Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ઠગબાજોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપાઈ, LIVE ડેમો:30 લાખનું સોનુ લેવા ચલણી નોટ સાઈઝની કાગળની થપ્પી આપી, વેપારીને ઘરે જઈને ગણવા કહ્યું'ને બંગાળી ગેંગનો ભાંડો ફૂટ્યો

    12 hours ago

    સુરતમાં લસકાણા પોલીસે એક એવી ઠગબાજોની ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેમની છેતરપિંડીની પદ્ધતિ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ ટોળકી સોનું ખરીદવાના બહાને અસલી નોટોના બદલે કાગળના ટુકડા પધરાવીને વેપારીઓને ચૂનો લગાવતી હતી. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹1 કરોડના મૂલ્યના (રૂ. 500ની નોટના માપના) કોરા કાગળો અને રાસાયણિક પ્રક્રિયા માટેનું કેમિકલ જપ્ત કર્યું છે. શું હતો સમગ્ર મામલો? ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનું ખરીદવાના બહાને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ ઠગ્ગોએ એક વ્યક્તિ પાસે 30 લાખનું સોનું ખરીદવાનો વાયદો કર્યો હતો. સોદા મુજબ જ્યારે પૈસા આપવાની વાત આવી, ત્યારે આરોપીઓએ નોટોના બંડલ ભરેલી બેગ ભોગ બનનારને આપી હતી. ‘જાહેરમાં નોટો ન ગણાય’ કહીને છેતરવાનો પ્રયાસ ઠગબાજોએ અત્યંત ચતુરતા વાપરીને ભોગ બનનારને કહ્યું કે, "આટલી બધી મોટી રકમ જાહેર રસ્તા પર ન ગણાય, તમે આ બેગ ઘરે જઈને નિરાંતે ગણજો. જોકે, આ વાક્ય સાંભળતા જ સામેની વ્યક્તિને ફાળ પડી હતી. શંકા જતાં તેણે તરત જ તપાસ કરી અને મામલો પોલીસ સુધી પહોંચ્યો. લસકાણા પોલીસે જ્યારે બેગ ચેક કરી તો ઉપરના થરમાં માત્ર એકાદ-બે નોટ અસલી જેવી દેખાતી હતી, જ્યારે નીચે માત્ર 500ના માપના કોરા કાગળની થપ્પીઓ હતી. 500ની નોટના માપના કોરા કાગળ આપવાની મોડસ ઓપરેન્ડી પોલીસ પૂછપરછમાં આરોપીઓની ખતરનાક મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે. લોકોને નોટ ડબલ કે ત્રણ ગણી કરી આપવાની ઠગબાજો લાલચ આપતા હતા. પોટેશિયમ પરમેંગેનેટના સોલ્યુશનથી તેઓ નોટને કાળી કરી દેતા હતા. કેમિકલવાળી કાળી નોટ સાફ કરીને અસલી નોટમાં બદલી નાખવાની ‘હાથની સફાઈ’ બતાવી તેઓ લોકોને વિશ્વાસમાં લેતા કે કાગળમાંથી નોટ બની જશે. આરોપીઓ પાસેથી 1 કરોડના મૂલ્યના (500ની નોટના માપના) કોરા કાગળ અને કેમિકલની બોટલો મળી આવી છે. પશ્ચિમ બંગાળથી વાયા મહારાષ્ટ્રનું કનેક્શન ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે. તપાસ મુજબ આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે. આરોપીઓએ અગાઉ ઔરંગાબાદમાં 7 લાખ અને કોલકાતામાં 50 હજારથી 3 લાખ સુધીની અનેક છેતરપિંડી આચરી છે. તેઓ ખાસ સુરતના વેપારીઓને ટાર્ગેટ કરવાના ઈરાદે જ અહીં આવ્યા હતા. DCP આલોક કુમારએ જણાવ્યું હતું કે, અત્યારે ચીટિંગની ફરિયાદ નોંધી છે, પરંતુ આરોપીઓ પાસે જે રીતે વ્યવસ્થિત કાપેલા કાગળ અને કેમિકલ મળ્યા છે, તે જોતા IPC 489-D કે 489-A (ફેક કરન્સી બનાવવી) મુજબ ગંભીર ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે સુરતમાં અન્ય કેટલા લોકો આ ટોળકીનો શિકાર બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    'મેં છ મહિના પહેલાં પત્ની-દીકરીને હત્યા કરી દાટી દીધી':પોલીસે ઘરમાં ખાડો ખોદ્યો ને બન્નેની લાશ મળી, વડનગર સિવિલના ચોથા માળેથી કુદી પતિની આત્મહત્યા, સુસાઈડ નોટથી ઘટસ્ફોટ
    Next Article
    વડોદરામાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 7 ઝડપાયા:GT અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ જોઈ મોબાઈલ એપથી સટ્ટો રમાડતા હતા; 4.25 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment