Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારે બોગસ એલસી રજૂ કર્યું:કલ્પનાબેન કોડેકર વિરુદ્ધ ફરિયાદ નોંધવા સૂચના; કુબેરનગર વોર્ડમાં ત્રીજા મહિલા ઉમેદવાર તરીકે જીત્યા હતા

    2 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના જીતેલા ઉમેદવારે બોગસ એલસી રજૂ કર્યું છે. કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે બોગસ એલસી રજૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. કલ્પનાબેન સૂરજભાઈ નવલેકર નામથી બોગસ એલસી રજૂ કરવામાં આવ્યું હતું. ચિરાગ શાહ નામના ફરિયાદીએ જિલ્લા શિક્ષણાધિકારીને કલ્પનાબેનના એલસીની તપાસ કરવા ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે તપાસ કરતા એલ.સી બોગસ હોવાનું સામે આવ્યું છે. તપાસમાં જીઆર નંબર પર અન્ય વ્યક્તિનું નામ હોવાનું ખૂલ્યું છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે. બોગસ એલસી રજૂ કરી બોગસ સહી કરી હોવાનો દાવો ચિરાગ શાહ નામના ફરિયાદીએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી કે કલ્પનાબેન દ્વારા બોગસ એલસી રજૂ કરવામાં આવ્યું છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ સોંપવામાં આવી હતી. તેમજ તપાસ રિપોર્ટ આવ્યા બાદ એલસી બોગસ હોવાનું સામે આવ્યું છે. તેમજ શાળા સંચાલક દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે કે બોગસ એલસી રજૂ કરી બોગસ સહી પણ કરવામાં આવી છે. જીઆર નંબર અને એલસી નંબર પર અન્ય કોઈ વ્યક્તિનું નામ હોવાનું સામે આવ્યું કલ્પનાબેન નવલેકરએ કૃષ્ણનગર શાળામાં અભ્યાસ કર્યો હોવાનું એલસી રજૂ કર્યું હતું. જીઆર 1248 અને એલ.સી નંબર 3194થી રજૂ કરાયું હતું. ફરિયાદને આધારે તપાસ કરતા LC ખોટું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ કરતા જીઆર નંબર અને એલસી નંબર પર અન્ય કોઈ વ્યક્તિનું નામ હોવાનું સામે આવ્યું છે. ખોટી એલસી રજૂ કરી કોઈએ ડુપ્લીકેટ સહી કરાઈ હોવાનું સામે આવ્યું છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકને પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે. ‘તપાસ કરતા એલસી શાળામાંથી રજૂ ના કરાયાનું સામે આવ્યું’ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ફરિયાદી ચિરાગ શાહ દ્વારા કચેરી ખાતે ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં એલસી બોગસ હોવાની તેમને રજૂઆત કરી હતી. કલ્પનાબેન સુરેશભાઈ નવલેકરની એલસી બોગસ હોવાની અમને ફરિયાદ મળી હતી. કૃષ્ણનગર વિદ્યાવિહાર શાળામાંથી સૈજપુર બોઘાથી 1990માં શાળા છોડી છે તે પ્રકારનો એલસીનો આધાર મુકેલ હતો. જેમાં જીઆર નંબર 1248 અને એલસી નંબર 3194 હતો. જેની ઇન્સ્પેક્ટરને તપાસ સોંપવામાં આવી હતી. જે બાદ શાળા સંચાલકોને સાથે રાખી તપાસ કરતા એલસી શાળામાંથી રજૂ કરવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ‘કલ્પનાબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા સૂચના આપી’ વધુમાં જણાવ્યું હતું કે, બોગસ એલસી પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થતું હોવાનું સામે આવ્યું હતું. જેને ધ્યાને લઈ સદર શાળાના આચાર્યને અને સંચાલકોને કલ્પનાબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. કલ્પનાબેન કોંગ્રેસ પક્ષના કુબેરનગરના જીતેલા ઉમેદવાર છે. જોકે હવે પોલીસ ફરિયાદ થયા બાદ વધુ હકીકત સામે આવશે. જી આર નંબર પર અન્ય કોઈ વ્યક્તિનું નામ જોવા મળ્યું છે. વર્ષની અને સમયની ચકાસણી કરતા આવી કોઈ વ્યક્તિ એ સમયે શાળામાં અભ્યાસ કરતી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. ‘વધુ તપાસ થયા બાદ જ આગળની હકીકત સામે આવશે’ કલ્પનાબેન દ્વારા જે એલસી રજૂ કરવામાં આવ્યું છે તે અમારી શાળાનું ન હોવાનું પણ શાળા સંચાલકોએ રિપોર્ટ આપ્યો છે. બોગસ એલસી બનાવી બોગસ સહી કરી હોવાનું સામે આવ્યું હોવાનું ઇન્સ્પેક્ટરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. તેમજ શાળાના આચાર્યને સંચાલકોએ પણ જણાવ્યું છે. તેમજ બોગસ એલસી રજૂ કરનાર કુબેરનગર વોર્ડના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર છે. જેથી આ બાબતની પૂરેપૂરી ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. જેથી ફરિયાદ દાખલ કરવા માટે પણ શાળા સંચાલકોને અમે જણાવ્યું છે. પોલીસ તપાસ બાદ જ સામે આવશે કે બોગસ એલસી રજૂ કરી કેવા પ્રકારના લાભ લેવામાં આવ્યા છે. અમે ફરિયાદના આધારે માત્ર પ્રાથમિક તપાસ જ કરી છે. એલસી રજૂ કરનાર વ્યક્તિ જીઆર નંબર પરથી બોગસ હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ થયા બાદ જ આગળની હકીકત સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    આજે પણ અમદાવાદ-ગાંધીનગરમાં પારો 41ને પાર:6 અને 7 મેએ દરિયાકાંઠા વિસ્તારમાં હિટવેવની આગાહી, 7 દિવસ તાપમાન યથાવત રહેશે
    Next Article
    બે માસૂમોના હૃદયના ધબકારા હવે રહેશે સુરક્ષિત:રાજકોટનાં ગંજીવાડા અને પોપટપરાના બે બાળકોના હૃદયની લાખોનાં ખર્ચે થતી અતિ જટિલ સર્જરી RBSK યોજના હેઠળ નિઃશુલ્ક કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment