Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે પણ અમદાવાદ-ગાંધીનગરમાં પારો 41ને પાર:6 અને 7 મેએ દરિયાકાંઠા વિસ્તારમાં હિટવેવની આગાહી, 7 દિવસ તાપમાન યથાવત રહેશે

    2 days ago

    ગુજરાતમાં મે મહિનાની શરૂઆત સાથે જ સૂર્યનારાયણ પ્રકોપ વરસાવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા નાગરિકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની ત્રણ સક્રિય સિસ્ટમોને કારણે પવનની દિશા બદલાઈ છે, જેના પરિણામે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ ઉકળાટ અને બફારો યથાવત રહેશે ગતરોજ સુરેન્દ્રનગર 42.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું ત્યારે આગામી સાત દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. 7 દિવસ સુધી તાપમાનમાં કોઈપણ બદલાવ મળશે નહીંહવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી 10 તારીખ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. મહત્તમ તાપમાન કોઈપણ પ્રકારનો મોટો બદલાવ જોવા મળશે નહીં. મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પર પહોંચી જવાનું પૂર્વાનુમાન છે. 6 અને 7 તારીખે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ક્ષેત્રમાં હીટવેવ રહેવાનું અનુમાન છે. 9 અને 10 તારીખે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. વધુમાં એ.કે.દાસે જણાવ્યું હતું કે, આજે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ તરફથી પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાશે. અમદાવાદમાં આજે તાપમાન 41 ડિગ્રી રહેવાનું અનુમાન છે. સુરેન્દ્રનગરમાં 42.5 ડિગ્રી સૌથી વધુ તાપમાન નોંધાયું છે. અત્યારે 7 દિવસ સુધી તો તાપમાનમાં કોઈપણ મોટો બદલાવ મળશે નહીં. તેમજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે તે રાજસ્થાન અને ગુજરાતથી પસાર થઈ રહી છે. મે મહિનામાં અસહ્ય ગરમી પડશે પવનની દિશા બદલાઈ હોવાથી રાજ્યના નાગરિકોને હજુ પણ ગરમી સહન કરવી પડશે. આજમાં દિવસમાં તાપમાનમાં કોઈપણ મોટો ફેરફાર જોવા મળશે નહીં. પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા પવન ગરમ અને સૂકા હોવાથી તાપમાનમાં કોઈ બદલાવ જોવા મળી રહ્યો નથી. જો કે મેં મહિનામાં શરૂઆતથી જ અસહ્ય ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન જ નહીં રાત્રે પણ લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે 4 મેના રોજ રાજકોટમાં 43°C, અમદાવાદમાં 42°C, અમરેલીમાં 42°C, ગાંધીનગરમાં 41°C, વડોદરામાં 38°C, સુરતમાં 34°C, ભાવનગરમાં 38°C, ભુજમાં 38°C, દ્વારકામાં 32°C, નલિયામાં 36°C અને પોરબંદરમાં 35°C મહત્તમ તાપમાન રહેશે. આગામી 7 દિવસ મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતની આસપાસ ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. જેનો કોઈ વિશેષ પ્રભાવ ગુજરાત પર થશે એવી કોઈપણ પ્રકારની સંભાવના નથી તેમજ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા મળ્યો નથી. કેટલાક શહેરમાં તાપમાન સામાન્ય કરતાં વધુ જોવા મળી રહ્યું છે. જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. સાત દિવસ સુધી તાપમાનમાં કોઈપણ પ્રકારનો મોટો બદલાવ જોવા મળશે નહીં. આજે અમદાવાદમાં 42 ડિગ્રી અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. દરિયાકાંઠા વિસ્તારમાં તેજ પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં ગઈકાલે કેવો રહ્યો માહોલ? અમદાવાદમાં ગતરોજ રવિવારે મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 0.7 ડિગ્રી વધુ છે. આજરોજ તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ જ રહેવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે, લઘુત્તમ તાપમાન પણ 27.2 ડિગ્રી રહેતા રાત્રિના સમયે પણ ઉકળાટનો અનુભવ થયો હતો. અમદાવાદમાં દર 1 મીટરે 100વોટના 11 બલ્બ જેટલો તાપ અમદાવાદમાં સૂર્યનાં કિરણોની તીવ્રતા 1100 વોટ પ્રતિ સ્ક્વેર મીટર પર પહોંચી છે. સરળ ભાષામાં કહીએ તો આપણી અગાશી કે રસ્તા પર દર એક મીટરના વિસ્તારમાં 100 વોટના 11 બલ્બ એકસાથે જેટલી ગરમી આપે, તેટલો તાપ અત્યારે આકાશમાંથી વરસી રહ્યો છે. હવામાન વિભાગના ‘સનશાઇન રેકોર્ડર’ (સૂર્યનાં તાપની તીવ્રતા માપવાનું સાધન)માં આ ચોંકાવનારી વિગત સામે આવી છે. આ સિવાય પણ બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન સોલાર રેડિએશન અને અલ્ટ્રા વાયલેટ (UV) ઈન્ડેક્સ 11થી 12 વચ્ચે નોંધાયો છે, જે ‘ઘાતક’ શ્રેણીમાં આવે છે. ડર્મેટોલોજિસ્ટના કહેવા મુજબ, આ સ્થિતિમાં જો સતત 15થી 20 મિનિટ ઊભા રહેવાનું થાય તો ચામડીના કોષો બળવાનું જોખમ ઊભું કરે છે. ગુજરાતની ગરમીનો ઐતિહાસિક રેકોર્ડ ગરમીના સર્વકાલીન રેકોર્ડની વાત કરીએ, તો ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ મે, 2016માં નોંધાયો હતો, જ્યારે અમદાવાદમાં 48.0°C અને કંડલામાં 48.4°C તાપમાન નોંધાયું હતું. અત્યારે (2026) મે મહિનાની શરુઆત થઈ ગઈ છે. એવી શક્યતા છે કે, આગામી દિવસોમાં આ 45.2°Cનો રેકોર્ડ પણ તૂટી શકે છે, કારણ કે મે મહિનો ગુજરાતમાં સૌથી ગરમ મહિનો માનવામાં આવે છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં હીટવેવનો ખતરો છે અને તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢવાસીઓને હવે વીજળીમાં મળશે વળતર:બપોરે વીજ વપરાશ પર યુનિટ દીઠ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ, PGVCLએ ડોર-ટુ-ડોર સ્માર્ટ મીટર લગાવવાનો પ્રારંભ કર્યો
    Next Article
    અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારે બોગસ એલસી રજૂ કર્યું:કલ્પનાબેન કોડેકર વિરુદ્ધ ફરિયાદ નોંધવા સૂચના; કુબેરનગર વોર્ડમાં ત્રીજા મહિલા ઉમેદવાર તરીકે જીત્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment