Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢવાસીઓને હવે વીજળીમાં મળશે વળતર:બપોરે વીજ વપરાશ પર યુનિટ દીઠ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ, PGVCLએ ડોર-ટુ-ડોર સ્માર્ટ મીટર લગાવવાનો પ્રારંભ કર્યો

    2 days ago

    ગુજરાત સરકારના આદેશ બાદ રાજ્યભરમાં સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે, ત્યારે જૂનાગઢ શહેરમાં પણ આજથી PGVCL દ્વારા સત્તાવાર રીતે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ટીમ દ્વારા ડોર-ટુ-ડોર જઈને જૂના મીટર બદલી નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. આ કામગીરીને લઈને તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે અને લોકોમાં પણ જાગૃતિ જોવા મળી રહી છે. ‘ગ્રાહકોને અગાઉથી જાણ કરાતા લોકોનો પ્રતિસાદ પણ સકારાત્મક’ જૂનાગઢ શહેર પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર હિતેશ સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજરોજ 4 મે, સોમવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં આ કામગીરીનો શુભારંભ થયો છે. હાલમાં શહેરના ખલીલપુર રોડ પર આવેલા શ્રીનાથજી પેલેસ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર બદલવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત રાયજી નગર અને બસ સ્ટેન્ડ નજીક આવેલા અશોકનગર વિસ્તારમાં પણ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે મીટર બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રાહકોને અગાઉથી જાણ કરવામાં આવી હોવાથી લોકોનો પ્રતિસાદ પણ સકારાત્મક મળી રહ્યો છે. પ્રતિ યુનિટ 60 પૈસાનું વળતર (રિબેટ) મળશે સ્માર્ટ મીટર માત્ર ટેકનોલોજી નથી, પણ ગ્રાહકોના ખિસ્સા માટે પણ ફાયદાકારક સાબિત થશે. અધિકારીના જણાવ્યા અનુસાર, સોલર પાવરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ખાસ રિબેટ યોજના અમલમાં મૂકાઈ છે. જે મુજબ, દિવસના સમયે એટલે કે સવારના 11થી સાંજના 5 વાગ્યા સુધી ગ્રાહક જે વીજળી વાપરશે, તેના પર પ્રતિ યુનિટ 60 પૈસાનું વળતર (રિબેટ) આપવામાં આવશે. આ યોજનાથી ગ્રાહકોના માસિક વીજ બિલમાં મોટો ઘટાડો જોવા મળશે. હવે તમામ ડેટા ડિજિટલ ફોર્મેટમાં આંગળીના ટેરવે ઉપલબ્ધ નવા સ્માર્ટ મીટરની સૌથી મોટી ખાસિયત તેની કનેક્ટિવિટી છે. ગ્રાહકો હવે પોતાના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને દૈનિક, સાપ્તાહિક અને માસિક વીજ વપરાશની વિગતો જોઈ શકશે. અત્યાર સુધી ગ્રાહકોને મીટરના રીડિંગ કે અંદરના ફેરફારોની જાણકારી મેળવવી મુશ્કેલ પડતી હતી, પરંતુ હવે તમામ ડેટા ડિજિટલ ફોર્મેટમાં આંગળીના ટેરવે ઉપલબ્ધ રહેશે. આ સિસ્ટમ પારદર્શક હોવાથી રીડિંગ બાબતે થતી ફરિયાદો પણ નહિવત થઈ જશે. તબક્કાવાર તમામ ગ્રાહકોને સ્માર્ટ મીટરથી સજ્જ કરવામાં આવશે જૂનાગઢ શહેરમાં અંદાજે 1 લાખ જેટલા ઘરવપરાશના વીજ ગ્રાહકો નોંધાયેલા છે. પીજીવીસીએલ દ્વારા તબક્કાવાર આ તમામ ગ્રાહકોને સ્માર્ટ મીટરથી સજ્જ કરવામાં આવશે. હિતેશ સોનીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ આખી સિસ્ટમ ગ્રાહકોની સુવિધા માટે બનાવવામાં આવી છે. લાઈન લોસ ઘટાડવા અને સચોટ બિલિંગ માટે આ આધુનિકીકરણ અનિવાર્ય છે. તંત્રએ જૂનાગઢના નગરજનોને અપીલ કરી છે કે જ્યારે પીજીવીસીએલની ટીમ મીટર બદલવા આવે ત્યારે તેમને યોગ્ય સહકાર આપે. તેના ફાયદાઓ સમજાતા હવે લોકો સામેથી મીટર બદલાવી રહ્યા છે નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં હાલ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શરૂઆતમાં અમુક જગ્યાએ વિરોધ જોવા મળ્યો હતો, પરંતુ તેના ફાયદાઓ સમજાતા હવે લોકો સામેથી મીટર બદલાવી રહ્યા છે. જૂનાગઢમાં પણ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે આ અભિયાનને સફળ બનાવવા માટે વીજ કંપનીના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ સતત કાર્યરત છે. આવનારા દિવસોમાં શહેરના બાકી રહેલા વિસ્તારોને પણ શેડ્યૂલ મુજબ આવરી લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુમાં વિજયની પાર્ટી TVK બહુમતીની નજીક:એક્ટરના પિતા બોલ્યા- કોંગ્રેસ સાથે ગઠબંધન માટે તૈયાર, કેરળમાં 10 વર્ષ પછી કોંગ્રેસની વાપસી
    Next Article
    આજે પણ અમદાવાદ-ગાંધીનગરમાં પારો 41ને પાર:6 અને 7 મેએ દરિયાકાંઠા વિસ્તારમાં હિટવેવની આગાહી, 7 દિવસ તાપમાન યથાવત રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment