Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટવાસીઓને પાણીની કોઈ તકલીફ નહીં જ પડે:આજી અને ન્યારી સહિતનાં ડેમોમાં ચોમાસા સુધી ચાલે તેટલો પૂરતો જથ્થો, હીટવેવ માટે ખાસ એક્શન પ્લાનની મ્યુ. કમિશ્નરે વિગતો આપી

    2 days ago

    રાજકોટમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શહેરના જળ સંકટને લઈને વહીવટી તંત્ર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટનાં આજી અને ન્યારી સહિતનાં ડેમોમાં ચોમાસા સુધી ચાલે તેટલો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જેને લઈને આગામી ચોમાસા સુધી શહેરને પાણીની કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. હાલ જે રીતે નિયમિત 20 મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે, તે વ્યવસ્થા આગામી સીઝન સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે. સાથે વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને મહાપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલો હીટવેવ એક્શન પ્લાન જૂન મહિનાના અંત સુધી અમલમાં રહેશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. રાજકોટમાં પાણીની સ્થિતિ અને વિતરણ વ્યવસ્થાની વિગતો આપતા કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની કુલ દૈનિક જરૂરિયાતને પહોંચી વળવા માટે આજી, ન્યારી અને ભાદર ડેમ તેમજ નર્મદા યોજનાનો સહારો લેવામાં આવે છે. હાલમાં આજી, ન્યારી અને ભાદર ડેમમાંથી દરરોજ 320 MLD પાણી મેળવવામાં આવે છે, જ્યારે નર્મદા યોજના હેઠળ દરરોજ 125 MLD પાણી મળે છે. આમ, કુલ મળીને રોજનું 418 MLD પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉનાળા દરમિયાન પાણીની માંગમાં સામાન્ય વધારો જોવા મળતો હોય છે, પરંતુ શહેરના મુખ્ય જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી શહેરીજનોએ ચિંતા કરવાની જરૂર નથી. ટેન્કર દ્વારા થતા પાણી વિતરણ અને નળ જોડાણ અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, જે વિસ્તારોમાં હજુ પાઈપલાઈનનું નેટવર્ક પહોંચ્યું નથી તેવા છેવાડાના વિસ્તારોમાં હાલ મહાનગરપાલિકા દ્વારા ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયમાં નળ જોડાણની કામગીરીમાં મોટો ઉછાળો આવ્યો છે. સામાન્ય રીતે દર વર્ષે 8,000 થી 10,000 નવા નળ જોડાણો આપવામાં આવતા હોય છે, તેની સામે ગત વર્ષે મહાનગરપાલિકા દ્વારા રેકોર્ડબ્રેક 40,000 નવા નળ જોડાણ આપવામાં આવ્યા છે. ઘેર-ઘેર નળ દ્વારા પાણી પહોંચતા ટેન્કરની માંગમાં ઘટાડો થયો છે, છતાં જ્યાં જરૂર હોય ત્યાં ટેન્કર દ્વારા પણ પાણીનું વિતરણ કરાઈ રહ્યું છે. હીટવેવની સ્થિતિને પહોંચી વળવા એક્શન પ્લાન હાલમાં રાજ્યભરમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ મનપા દ્વારા વિશેષ એક્શન પ્લાન અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્લાન હેઠળ નાગરિકોને ગરમીથી બચાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. કમિશ્નરે જણાવ્યું હતું કે, બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન જ્યારે સૂર્યનો પ્રકોપ સૌથી વધુ હોય છે, ત્યારે શહેરના મુખ્ય ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી વાહન ચાલકોએ તડકામાં ઉભા ન રહેવું પડે. ઉપરાંત, તમામ બાંધકામ સાઇટ પર પણ બપોરે 1 થી 4 ના સમયગાળા દરમિયાન કામકાજ બંધ રાખવા માટે કડક આદેશો આપવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ આદેશનું પાલન થાય છે કે નહીં તે જોવા માટે ટાઉન પ્લાનિંગ અને આરોગ્ય શાખાની ટીમો સતત ચેકિંગ કરી રહી છે. શહેરના જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ અને અન્ય વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં નાગરિકો માટે પીવાના પાણી અને છાશની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઉપર જશે તો મહાપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે વધારાના પગલાં પણ લેવામાં આવશે. હાલ પૂરતું આ તમામ વ્યવસ્થાઓ અને એક્શન પ્લાન જૂનનાં અંત સુધી એટલે કે ચોમાસાના આગમન સુધી કાર્યરત રહેશે, જેથી રાજકોટવાસીઓને ઉનાળાની ગરમી અને પાણીની અછતનો સામનો નહીં કરવો પડે તે નિશ્ચિત છે.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની અસર ગુજરાતમાં:પાલનપુરમાં બંગાળી કારીગરોએ ઢોલ-નગારા સાથે ઉજવણી કરી
    Next Article
    સિદ્ધપુર નજીકથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે યુવક ઝડપાયો:અમદાવાદના શખ્સે હથિયાર આપ્યું હોવાનો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment