Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની અસર ગુજરાતમાં:પાલનપુરમાં બંગાળી કારીગરોએ ઢોલ-નગારા સાથે ઉજવણી કરી

    2 days ago

    પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. બનાસકાંઠાના પાલનપુરમાં વસતા બંગાળી કારીગરોએ આ જીતની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. પાલનપુર શહેરના સોની બજારમાં પશ્ચિમ બંગાળના કારીગરોએ ભાજપની જીતની ધામધૂમથી ઉજવણી કરી. ઢોલ-નગારા વગાડી અને ફટાકડા ફોડીને તેમણે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેના કારણે ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. બંગાળી કારીગરોએ જણાવ્યું કે મમતા બેનરજીની સરકારના શરૂઆતના વર્ષોમાં પરિસ્થિતિ સારી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દુઓ માટે મુશ્કેલીઓ વધી હતી. તેમણે ઘૂસણખોરી અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાઓ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. કારીગરોના મતે, આ વખતે પશ્ચિમ બંગાળમાં બદલાવ અનિવાર્ય હતો અને લોકોએ પરિવર્તનને પસંદ કર્યું છે. આ બદલાવનો આનંદ હવે પાલનપુરમાં પણ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    IPO અને શેરબજારમાં રોકાણના બહાને ઠગાઇ:સાયબર ઠગોએ વડોદરાના યુવક સાથે 26 લાખની છેતરપિંડી કરી, નકલી વેબસાઈટ એકાઉન્ટમાં નફા સાથે 39 લાખ બતાવી યુવકને લલચાવ્યો, માત્ર 16 હજાર જ પરત કર્યા
    Next Article
    રાજકોટવાસીઓને પાણીની કોઈ તકલીફ નહીં જ પડે:આજી અને ન્યારી સહિતનાં ડેમોમાં ચોમાસા સુધી ચાલે તેટલો પૂરતો જથ્થો, હીટવેવ માટે ખાસ એક્શન પ્લાનની મ્યુ. કમિશ્નરે વિગતો આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment