Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPO અને શેરબજારમાં રોકાણના બહાને ઠગાઇ:સાયબર ઠગોએ વડોદરાના યુવક સાથે 26 લાખની છેતરપિંડી કરી, નકલી વેબસાઈટ એકાઉન્ટમાં નફા સાથે 39 લાખ બતાવી યુવકને લલચાવ્યો, માત્ર 16 હજાર જ પરત કર્યા

    2 days ago

    વડોદરા શહેરના યુવકને IPO અને શેર બજારમાં નફો કમાવવાની લાલચ આપી સાયબર ઠગોએ 26.05 લાખની છઠગાઈ કરી છે. નકલી વેબસાઈટમાં રોકાણ કરેલા નાણાં નફા સાથે 39 લાખ રૂપિયા યુવકને બતાવતા હતા, પણ માત્ર 16 હજાર રૂપિયા પરત કર્યા બાકીના નાણાં પરત કર્યા નહોતા, જેથી યુવકે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના બિલ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય યુવકે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ જિઓમાં ડિલિવરીની નોકરી કરે છે. તા. 12 ડિસેમ્બર 2025ના રોજ સોશિયલ મીડિયા પર ‘બ્રહ્મી કપસિયા’ નામની યુવતી સાથે તેમની ઓળખાણ થઈ હતી. યુવતીએ શેરબજાર અને IPOમાં રોકાણ કરીને મોટો નફો કમાઈ શકાય તેવી લાલચ આપી હતી અને વધુ માહિતી મેળવવા માટે વોટ્સએપ નંબર આપ્યો હતો. યુવક આ વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો, ત્યારબાદ તેમાં અલગ-અલગ IPO વિશે માહિતી આપવામાં આવતી હતી. સાયબર ઠગોએ નકલી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવ્યું હતું અને શરૂઆતમાં 16 હજાર રૂપિયા પરત આપ્યા હતા,.યુવકનો વિશ્વાસ થઈ ગયો હતો, જેથી યુવક લલચાઈ ગયો હતો અને મોટા રોકાણ માટે તૈયાર થઈ ગયો હતો. યુવકે અલગ-અલગ તારીખે પોતાના બેંક ખાતામાંથી 26.05 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. રોકાણ કરાવ્યા બાદ યુવકના એકાઉન્ટમાં 39 લાખથી વધુ નફો દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તેણે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે માત્ર રૂ. 16 હજાર જ પરત મળ્યા હતા. ત્યારબાદ આરોપીઓનો સંપર્ક થઈ શક્યો નહોતો. જેથી યુવકે આ મામલે 26.05 લાખની છેતરપિંડીની ફરિયાદ વડોદરા સાયબર પોલીસ સ્ટેશનમાં કરી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના જીતેલા ઉમેદવારે બોગસ એલસી રજૂ કર્યું:કુબેરનગર વોર્ડના કલ્પનાબેન કોડેકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા સૂચના
    Next Article
    પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની અસર ગુજરાતમાં:પાલનપુરમાં બંગાળી કારીગરોએ ઢોલ-નગારા સાથે ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment