Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુર નજીકથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે યુવક ઝડપાયો:અમદાવાદના શખ્સે હથિયાર આપ્યું હોવાનો ખુલાસો

    2 days ago

    પાટણ એસ.ઓ.જી. શાખાએ સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના બસ સ્ટેન્ડ પરથી ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 50,000 રૂપિયાની પિસ્તોલ અને ચાર જીવતા કારતુસ સહિત કુલ 50,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે નેદ્રા ગામના બસ સ્ટેન્ડ પર એક વ્યક્તિ હથિયાર સાથે બેઠો છે. આ બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે નેદ્રા ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે કોર્ડન કરીને રોનક પ્રભાત દેસાઈને ઝડપી પાડ્યો હતો. રોનક દેસાઈ હાલ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ચંદ્ર વિહાર સોસાયટીમાં રહે છે અને મૂળ સિદ્ધપુર તાલુકાના ચંદ્રાવતી ગામનો છે. તેની અંગઝડતી લેતા પેન્ટના ખિસ્સામાંથી એક લોખંડની ઓટોમેટિક પિસ્તોલ અને મેગેઝીનમાંથી ચાર જીવતા કારતુસ મળી આવ્યા હતા. પોલીસે લાયસન્સ માંગતા તેની પાસે કોઈ પાસ-પરવાનો ન હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલા આરોપી રોનક દેસાઈની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, આ પિસ્તોલ અને કારતુસ તેને છ દિવસ પહેલા અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા જૈમીન પટેલ નામના શખ્સે આપ્યા હતા. એસ.ઓ.જી. એ.એસ.આઈ. શૈલેષકુમાર રામજીએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે રોનક દેસાઈની ધરપકડ કરી છે. હથિયાર સપ્લાય કરનાર જૈમીન પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દિલીપકુમાર કાનજીભાઈ ચૌધરી ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટવાસીઓને પાણીની કોઈ તકલીફ નહીં જ પડે:આજી અને ન્યારી સહિતનાં ડેમોમાં ચોમાસા સુધી ચાલે તેટલો પૂરતો જથ્થો, હીટવેવ માટે ખાસ એક્શન પ્લાનની મ્યુ. કમિશ્નરે વિગતો આપી
    Next Article
    LIVE Updates: BJP To Script History In Bengal, Trinamool Stares At Big Defeat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment