Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રાઈમ બ્રાન્ચે કારના ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપ્યો.:​જૂનાગઢ પોલીસે બુટલેગરોના કીમિયા પર પાણી ફેરવ્યું: ડસ્ટર ગાડીમાં સ્પેર વ્હીલ અને ડેસ્ક બોર્ડમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી લાખોનો દારૂ ઝડપાયો.

    8 hours ago

    જૂનાગઢમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા અપનાવવામાં આવી રહ્યા છે. જોકે, પોલીસ પણ હવે આવા ચાલાક બુટલેગરોથી બે કદમ આગળ ચાલી રહી હોય તેમ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે બે શખ્સોને દબોચી લીધા છે. બુટલેગરોએ દારૂ છુપાવવા માટે લક્ઝરી કારમાં એવા ગુપ્ત ખાના બનાવ્યા હતા કે પ્રથમ દ્રષ્ટિએ પોલીસ પણ થાપ ખાઈ જાય, પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બુટલેગરોના આ તમામ કીમિયા પર પાણી ફેરવી દીધું છે. ​જૂનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને એસપી સુબોધ ઓડેદરા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશનની બદી નાબૂદ કરવા આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમીદારો પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે વેરાવળ અને કેશોદના બે ઇસમો પોતાની ડસ્ટર કારમાં અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરીને રાજકોટ તરફથી જૂનાગઢ આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સાંકળીધાર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. ​વોચ દરમિયાન બાતમી મુજબની ડસ્ટર કાર પસાર થતા જ પોલીસે તેને આંતરી લીધી હતી. પોલીસને જોઈને કારમાં સવાર શખ્સોએ શરૂઆતમાં ગલ્લાતલ્લા કર્યા હતા, પરંતુ જ્યારે પોલીસે ક્રાઈમ બ્રાન્ચની કચેરી ખાતે લાવીને ગાડીની ઝીણવટભરી તપાસ શરૂ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બુટલેગરોએ દારૂ છુપાવવા માટે ગાડીના સ્પેર ટાયર, આગળના બોનેટમાં લાઈટની પાછળના ભાગે, પાછળની સાઈડની લાઈટોની અંદર અને ડેસ્ક બોર્ડમાં ખાસ ગુપ્ત ચોરખાના બનાવ્યા હતા. ​આ તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 363 નંગ બોટલો (ચપટા) મળી આવી હતી. પોલીસે આ મામલે વેરાવળની હરસિધ્ધી સોસાયટીમાં રહેતા ભરત પોપટભાઈ વાજા અને કેશોદના સોંદરડા ગામના મયુર હરભમભાઈ મોકરીયાની ધરપકડ કરી છે. પોલીસે કુલ 5,60,534 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 5 લાખની કિંમતની ડસ્ટર કાર, દારૂનો જથ્થો અને બે મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. ​પકડાયેલા બંને આરોપીઓ સામે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલ, પીએસઆઈ પી.કે. ગઢવી તથા અન્ય સ્ટાફના સભ્યો જોડાયા હતા. બુટલેગરો દ્વારા અપનાવવામાં આવેલી આ મોડસ ઓપરેન્ડીએ ચર્ચા જગાવી છે, જોકે પોલીસે સમયસૂચકતા વાપરીને આ નેટવર્કનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર જિલ્લાનું ધો-12 સાયન્સનું 82.82% પરિણામ:43 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ; સામાન્ય પ્રવાહનું 93.88 % પરિણામ, 181 વિધાર્થીને A 1 ગ્રેડ મળ્યો
    Next Article
    નોકરીએ જઈ રહેલા યુવાનને કાળનો ભેટો:ગાંધીનગરના મહુંદ્રા પાટીયા પાસે રોડ ક્રોસ કરતા સમયે વાહને જોરદાર ટક્કર મારી, ત્રણ સંતાને પિતા ગૂમાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment