Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોકરીએ જઈ રહેલા યુવાનને કાળનો ભેટો:ગાંધીનગરના મહુંદ્રા પાટીયા પાસે રોડ ક્રોસ કરતા સમયે વાહને જોરદાર ટક્કર મારી, ત્રણ સંતાને પિતા ગૂમાવ્યા

    7 hours ago

    ગાંધીનગરના નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર બેફામ ગતિએ નિર્દોષનો ભોગ લીધો હતો. મહુંદ્રા પાટીયા પાસે આજે 4 મેએ સવારે સર્જાયેલા હિટ એન્ડ રનમાં યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું, જેના કારણે ત્રણ માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. નોકરીએ જતા સમયે વાહને ટક્કર મારી મહુંદ્રા ગામના રહેવાસી લાલાજી ઠાકોર (ઉં.વ. 34) આજે વહેલી સવારે અક્ષરધામ ખાતે પોતાની નોકરી પર જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન મહુંદ્રા પાટીયા નજીક હાઈવે ક્રોસ કરતી વખતે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાને કારણે લાલાજીનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માત સર્જીને વાહન ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. પરિવાર પર આભ ફાટ્યું મૃતક લાલાજી ઠાકોર તેમના પરિવારના મુખ્ય આધારસ્તંભ હતા. તેમના આકસ્મિક નિધનથી પત્ની અને ત્રણ સંતાનો નોંધારા બન્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર ઠાકોર પરિવાર અને પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. ગ્રામજનોનો રોષ અને પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ મહુંદ્રા ગામના લોકોના ટોળેટોળા હાઈવે પર ઉતરી આવ્યા હતા. સ્થિતિ વણસે તે પહેલાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સાદરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. હાલમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ક્રાઈમ બ્રાન્ચે કારના ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપ્યો.:​જૂનાગઢ પોલીસે બુટલેગરોના કીમિયા પર પાણી ફેરવ્યું: ડસ્ટર ગાડીમાં સ્પેર વ્હીલ અને ડેસ્ક બોર્ડમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી લાખોનો દારૂ ઝડપાયો.
    Next Article
    Election Results Live Updates: Bengal Chooses BJP, Vijay Delivers Tamil Nadu Blockbuster, Congress Comeback In Kerala

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment