Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર જિલ્લાનું ધો-12 સાયન્સનું 82.82% પરિણામ:43 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ; સામાન્ય પ્રવાહનું 93.88 % પરિણામ, 181 વિધાર્થીને A 1 ગ્રેડ મળ્યો

    13 hours ago

    ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું રાજ્યનું 84.33 % પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લાનું 82.82 ટકા પરિણામ જાહેર કરાયું છે. જીલ્લામાં 4 હજાર 504 વિધાર્થીઓમાંથી 4 હજાર 493 વિદ્યાર્થીઓએ ધોરણ - 12 સાયન્સની પરીક્ષા આપી હતી. જેમાં A - 1 ગ્રેડ માત્ર 43 વિધાર્થીઓ જ હાંસલ કર્યો છે. ગાંધીનગર જિલ્લાનું 93.88 ટકા પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ - 12 સામાન્ય પ્રવાહનું રાજ્યનું 92.71 % પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લાનું 93.88 ટકા પરિણામ જાહેર કરાયું છે. જિલ્લામાં 13 હજાર 646 વિધાર્થીઓ પૈકી 13 હજાર 600 વિદ્યાર્થીઓએ ધોરણ - 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.જેમાં A - 1 ગ્રેડ 181 વિધાર્થીઓએ હાંસલ કર્યો છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સત્તાવાર રીતે ધોરણ - 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71 ટકા જાહેર થયું છે. જ્યારે ગાંધીનગર જિલ્લાનું 93.88 ટકા પરિણામ આવ્યું છે. A - 1 ગ્રેડ 181 વિધાર્થીઓએ હાંસલ કર્યો ગાંધીનગર જીલ્લામાં 13 હજાર 646 વિધાર્થીઓમાંથી 13 હજાર 600 વિદ્યાર્થીઓએ ધોરણ - 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાં A - 1 ગ્રેડ 181 વિધાર્થીઓએ હાંસલ કર્યો છે. જ્યારે A2- 1107, B1-2122, B2-2880, C1-3418, C2-2498, D-546 તેમજ E1-15 વિદ્યાર્થીઓએ ગ્રેડ હાંસલ કર્યો છે. જ્યારે ઇમ્પ્રૂવમેન્ટ જરૂરિયાત વાળા (NI) 879 વિધાર્થીઓ છે. આમ ઓવરઓલ ગાંધીનગર જિલ્લાનું 93.88 ટકા પરિણામ આવ્યું છે. 91.99 ટકા પરિણામ આવ્યું બીજી તરફ ગાંધીનગર જિલ્લાના કેન્દ્રોની ઉપર નજર કરીએ ગાંધીનગર ઉત્તર કેન્દ્રમાં 2408 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં EQC - 2215, NI - 199 મળીને 91.99 ટકા પરિણામ આવ્યું છે. કલોલ કેન્દ્રમાં 1754 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં EQC - 1603, NI - 157 મળીને 91.39 % પરિણામ કલોલ કેન્દ્રનું રહ્યું છે. જ્યારે માણસા કેન્દ્રમાં 985 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં EQC - 920, NI - 71 મળીને 93.40 % પરિણામ સત્તાવાર રીતે જાહેર કરાયું છે. જ્યારે દહેગામ કેન્દ્રમાં 1248 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં EQC - 1189, NI - 61 મળીને 95.27 % પરિણામ આવ્યું છે. એજ રીતે ગાંધીનગર દક્ષિણ કેન્દ્રમાં 1051 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં EQC - 1000, NI - 56 મળીને 95.15 % પરિણામ જાહેર થયું છે. સાયન્સમાં A-1 ગ્રેડ માત્ર 43 વિદ્યાર્થીઓએ હાંસલ કર્યો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સત્તાવાર રીતે ધોરણ - 12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહનું એકસાથે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ દરમ્યાન યોજવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લામાં 4504 વિધાર્થીઓ નોંધાયેલ હતા. જેની સામે 4493 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી A-1 ગ્રેડ માત્ર 43 વિદ્યાર્થીઓએ હાંસલ કર્યો છે. જ્યારે A2- 423, B1-750, B2-839, C1-890, C2-650, D-125 તેમજ E1-1 વિદ્યાર્થીઓએ ગ્રેડ હાંસલ કર્યો છે. જ્યારે ઇમ્પ્રૂવમેન્ટ જરૂરિયાત વાળા (NI) 783 વિધાર્થીઓ છે. આમ ઓવરઓલ ગાંધીનગર જિલ્લાનું 82.82 ટકા પરિણામ આવ્યું છે. 89.63 % પરિણામ સત્તાવાર રીતે જાહેર કરાયું બીજી તરફ ગાંધીનગર જિલ્લાના કેન્દ્રોની ઉપર નજર કરીએ ગાંધીનગર ઉત્તર કેન્દ્રમાં 3272 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં EQC - 2723, NI - 552 મળીને 83.22 ટકા પરિણામ આવ્યું છે. કલોલ કેન્દ્રમાં 477 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં EQC - 390, NI - 87 મળીને 81.76 % પરિણામ કલોલ કેન્દ્રનું રહ્યું છે. જ્યારે માણસા કેન્દ્રમાં 135 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં EQC - 121, NI - 14 મળીને 89.63 % પરિણામ સત્તાવાર રીતે જાહેર કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ₹31 લાખનો મુદ્દામાલ જપ્ત:બે આરોપી ઝડપાયા, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
    Next Article
    ક્રાઈમ બ્રાન્ચે કારના ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપ્યો.:​જૂનાગઢ પોલીસે બુટલેગરોના કીમિયા પર પાણી ફેરવ્યું: ડસ્ટર ગાડીમાં સ્પેર વ્હીલ અને ડેસ્ક બોર્ડમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી લાખોનો દારૂ ઝડપાયો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment