Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ બંગાળમાં ભાજપ જીત તરફ, સુરતમાં જશ્નનો માહોલ:બંગાળમાં પ્રચાર કરવા ગયેલા કાર્યકર્તામાં ભારે ઉત્સાહ, કમલમમાં સાંજે ઝાલમુરી સાથે ઉજવણી કરાશે

    9 hours ago

    પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં, ખાસ કરીને પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડીચેરીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભાવશાળી પ્રદર્શન અને જીતની લહેરને પગલે સુરત શહેરમાં ભાજપના કાર્યકર્તાઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. સુરતના વિવિધ વિસ્તારોમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને 'વંદે માતરમ', 'ભારત માતા કી જય' તેમજ 'જય શ્રી રામ'ના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ ગજવી દીધું હતું. આ વિજયોત્સવ દરમિયાન કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને પક્ષની જીતની ભવ્ય ઉજવણી કરી હતી. ચૂંટણીના આ સકારાત્મક વલણોને પગલે કાર્યકર્તાઓમાં નવો જોમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા કાર્યકર્તાઓએ ઉજવણી કરી સુરતના સરથાણા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને પક્ષની ભવ્ય સફળતાની ઉજવણી કરી હતી. ખાસ કરીને ભાજપના કાર્યકર્તા જેઓ છેલ્લા બે મહિનાથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણીલક્ષી પ્રચાર અને પ્રસારની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમની મહેનત રંગ લાવતા કાર્યકર્તાઓમાં વિશેષ આનંદ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળ સહિતના અન્ય રાજ્યોમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે વિજય ભણી આગળ વધી રહી હોવાના સમાચાર મળતા જ સુરતના રસ્તાઓ પર ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો. ગાંધીનગર કમલમમાં ઝાલમુરી સાથે ઉજવણી કરાશે પશ્ચિમ બંગાળમાં ભાજપના જીતની ઉજવણી ગાંધીનગર કમલમ ખાતે કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં કાર્યકર્તાઓ દ્વારા પશ્ચિમ બંગાળની પ્રખ્યાત થયેલી ઝાલમુરી સાથે ઉજવણી કરવામાં આવશે. કાર્યકર્તાઓને ઝાલમુરી ખવડાવી અને ઉજવણી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ચૈતન્ય ટ્રસ્ટ દ્વારા 100 ફળદાર વૃક્ષોનું રોપણ:વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે જામનગરમાં કાર્યક્રમ
    Next Article
    બોટાદ બસ સ્ટેશન પરથી મળેલી કિશોરીનું પરિવાર સાથે મિલન:ચાઈલ્ડ હેલ્પલાઈન અને બાળ કલ્યાણ સમિતિએ કરાવ્યું પુનર્મિલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment