Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ બસ સ્ટેશન પરથી મળેલી કિશોરીનું પરિવાર સાથે મિલન:ચાઈલ્ડ હેલ્પલાઈન અને બાળ કલ્યાણ સમિતિએ કરાવ્યું પુનર્મિલન

    8 hours ago

    બોટાદ બસ સ્ટેશન પર એકલી મળી આવેલી 15 વર્ષની કિશોરીનું તેના પરિવાર સાથે પુનર્મિલન કરાવવામાં આવ્યું છે. બોટાદ ચાઈલ્ડ હેલ્પલાઈન (1098) અને બાળ કલ્યાણ સમિતિ, બોટાદના સંયુક્ત પ્રયાસોથી આ શક્ય બન્યું હતું.ચાઈલ્ડ હેલ્પલાઈનને એક કોલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે બોટાદ બસ સ્ટેશન પર એક કિશોરી એકલી છે અને તેને મદદની જરૂર છે. આ માહિતી મળતા જ 1098ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કિશોરીનું કાઉન્સિલિંગ કર્યું હતું. કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે કિશોરી મોરબી જિલ્લાની રહેવાસી છે. તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા તે વાત તેને મન પર લાગી આવતા તે ઘરેથી કોઈને પૂછ્યા વગર નીકળી ગઈ હતી. ટીમે કિશોરી પાસેથી તેના પિતાનો સંપર્ક નંબર મેળવી તેમને જાણ કરી હતી.આ ઘટના અંગે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને જાણ કરવામાં આવી હતી. બાળ સંભાળ ગૃહ ઉપલબ્ધ ન હોવાથી, કિશોરીને રાત્રિ આશ્રય માટે બોટાદ ખાતેના સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી.2 મે, 2026 ના રોજ બપોરે 3:00 કલાકે કિશોરીને બાળ કલ્યાણ સમિતિ, બોટાદ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેના માતા-પિતાને તેમના આધાર પુરાવા સાથે સમિતિમાં બોલાવવામાં આવ્યા હતા. બાળ કલ્યાણ સમિતિ દ્વારા કિશોરીને મોબાઈલથી દૂર રહેવા અને સોશિયલ મીડિયાથી થતા નુકસાન અંગે સમજાવવામાં આવ્યું હતું, તેમજ ભવિષ્યમાં આવા પગલાં ન ભરવા માટે સલાહ આપવામાં આવી હતી.કિશોરી તેના માતા-પિતા સાથે ઘરે પરત જવા સંમત થતાં, બોટાદ બાળ કલ્યાણ સમિતિ દ્વારા તેની તમામ જવાબદારી સાથે તેના પિતાને સોંપવામાં આવી હતી. આ પુનર્મિલન સમયે કિશોરીના માતા-પિતા ભાવુક થઈ ગયા હતા.આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન વિરેન્દ્રસિંહ મોરી, સભ્યો હિરેનભાઈ શાહ, મુકેશભાઈ ખોડદા, અનીષાબેન, સચિવ સી.ડબલ્યુ.સી. ગોરધનભાઈ મેર, કાઉન્સેલર ચિન્મયભાઈ, બોટાદ ચાઈલ્ડ હેલ્પલાઈન પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પરમાર જલ્પાબેન, કાઉન્સેલર મેહુલભાઈ સોનગરા, બોટાદ ચાઈલ્ડ હેલ્પલાઈન સુપરવાઈઝર જમોડ ઉર્મિલાબેન અને સી.ડબલ્યુ.સી. કર્મચારી દશરથભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ બંગાળમાં ભાજપ જીત તરફ, સુરતમાં જશ્નનો માહોલ:બંગાળમાં પ્રચાર કરવા ગયેલા કાર્યકર્તામાં ભારે ઉત્સાહ, કમલમમાં સાંજે ઝાલમુરી સાથે ઉજવણી કરાશે
    Next Article
    Umreth Election Result LIVE | ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની જીત | BJP | Congress | Politics

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment