Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિનેશના સમર્થનમાં ઉતર્યા મહાવીર ફોગટ:કહ્યું-કુસ્તી મહાસંઘ ભંગ કરો, હાલના પ્રમુખ બ્રિજભૂષણની કઠપૂતળી; રેસલરે કહ્યું હતું- હું પણ યૌન શોષણનો ભોગ બની

    17 hours ago

    ઓલિમ્પિયન રેસલર વિનેશ ફોગાટ દ્વારા ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ પર યૌન શોષણના આરોપો લગાવ્યા બાદ વિનેશના બાળપણના કોચ રહેલા તાઉ મહાવીર ફોગાટ તેમના સમર્થનમાં ઉતર્યા છે. મહાવીરે કહ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ લાંબા સમયથી ચાલી રહેલા આંદોલન છતાં મહાસંઘમાં કોઈ ખાસ બદલાવ આવ્યો નથી. વર્તમાન પ્રમુખ સંજય સિંહ બ્રિજભૂષણના માત્ર એક કઠપૂતળી છે. ગઈકાલે જ વિનેશે વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે તે પણ તે યૌનસોષણની ભોગ બનેલી મહિલા ખેલાડીઓમાં સામેલ છે, જેમણે બ્રિજભૂષણ સામે ફરિયાદ કરી છે. તેમણે ઉત્તર પ્રદેશના ગોંડામાં બ્રિજભૂષણની માલિકીના કોલેજમાં 10 થી 12 મે વચ્ચે આયોજિત સિનિયર ઓપન રેન્કિંગ કુસ્તી ટુર્નામેન્ટમાં જવા પર વાંધો ઉઠાવ્યો છે. મહાવીર ફોગાટે કહ્યું કે WFIની આ ટુર્નામેન્ટ અયોગ્ય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આંદોલન પહેલાની જેમ જ સ્થિતિ હજુ પણ એટલી જ શંકાસ્પદ અને ભ્રષ્ટ બનેલી છે. જાણો મહાવીર ફોગટે શું કહ્યું… કુસ્તી ટુર્નામેન્ટના આયોજન સ્થળ પર સવાલો ઉઠાવ્યા આયોજન સ્થળ પર સવાલ ઉઠાવતા મહાવીર ફોગટે કહ્યું કે જ્યારે દિલ્હીની આસપાસ પૂરતું માળખું અને ખેલાડીઓની સારી સંખ્યા ઉપલબ્ધ છે, તો ગોંડામાં આ આયોજન કરવું ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું, આનાથી સંકેત મળે છે કે કેન્દ્ર સરકાર પણ ભારતીય કુસ્તી સંઘ (WFI) માં સ્થિતિ સુધારવા માટે કંઈ કરી શકી નથી. બ્રિજભૂષણ હજુ પણ મહાસંઘના પ્રમુખના નજીકના હોવાને કારણે લગામ સંભાળી રહ્યા છે. મહાસંઘને ભંગ કરવામાં આવે મહાવીર ફોગાટે મહાસંઘને ભંગ કરવાની ફરીથી પોતાની માંગ ઉઠાવી અને વ્યવસ્થામાં સંપૂર્ણ સુધારાનું સૂચન કર્યું. તેમણે કહ્યું કે રમત મંત્રાલયે WFI અને અન્ય મહાસંઘોનો હવાલો લેવો જોઈએ જે "ભેદભાવ અને ભ્રષ્ટાચારના સડેલા અને કુખ્યાત પેટર્નથી ગ્રસ્ત છે." મહાવીર ફોગાટ પર બની હતી ફિલ્મ ‘દંગલ’ જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેતા આમિર ખાનની ફિલ્મ દંગલ હરિયાણાના બલાલી ગામના પહેલવાન મહાવીર ફોગાટ પર જ બની હતી. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે કઈ રીતે મહાવીરે પોતાની દીકરીઓને દીકરાઓની જેમ ટ્રેનિંગ આપી અને રેસલર બનાવી. ફિલ્મ મહાવીરની બે દીકરીઓ ગીતા અને બબીતા પર આધારિત છે. આમિર ખાન તે ફિલ્મમાં મહાવીર ફોગાટની ભૂમિકામાં જોવા મળ્યા હતા. વાંચો વિનેશ ફોગાટે વીડિયો જાહેર કરીને શું આરોપો લગાવ્યા… છેલ્લા દોઢ વર્ષથી રેસલિંગથી દૂર હતી વિનેશે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરતા કહ્યું- આપ સૌને નમસ્કાર. જેમ કે બધાને ખબર છે કે છેલ્લા દોઢ વર્ષથી હું રેસલિંગ મેટથી ઘણી દૂર હતી. પરંતુ હવે કેટલાક મહિનાઓથી હું રેસલિંગની તૈયારીઓ કરી રહી છું. ખૂબ મહેનત અને ઈમાનદારીથી મહેનત કરી રહી છું. જેમ મેં પહેલા દેશ માટે મેડલ જીત્યા, ભગવાનના આશીર્વાદથી, આપ સૌના સહયોગથી ફરીથી રેસલિંગ મેટ પર જાઉં અને દેશ માટે ઘણા મેડલ જીતું અને દેશના તિરંગાનું માન જાળવી રાખું. એક મહિના પહેલા સ્પર્ધાની જાહેરાત થઈ વિનેશે વધુમાં કહ્યું કે હું તમારા બધા સાથે વીડિયો દ્વારા કેટલીક વાતો શેર કરવા માંગુ છું. આજથી લગભગ એક મહિના પહેલા રેસલિંગ ફેડરેશન દ્વારા એક સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ જ્યાં આયોજિત કરવામાં આવી રહી છે, તે ગોંડા, યુપી છે. જ્યાં બ્રિજભૂષણનું ઘર છે. ત્યાં તેની પ્રાઈવેટ કોલેજ છે. ત્યાં મહેનત કરનાર દરેક ખેલાડીને તેનો હક મળશે તે ખૂબ જ અશક્ય અને અસંભવિત બાબત છે. સરકારે બધું બ્રિજભૂષણના ભરોસે છોડ્યું વિનેશે કહ્યું કે, કયો રેફરી કોની મેચમાં જશે. કયો રેફરી કેટલા પોઈન્ટ આપશે, કયો મેચ ચેરમેન ક્યાં બેસશે, કોને જીતાડવું છે, કોને હરાવવું છે. આ બધું બ્રિજભૂષણ અને તેના લોકો દ્વારા કન્ટ્રોલ કરવામાં આવશે. સરકાર અને આપણું રમતગમત મંત્રાલય મૂક પ્રેક્ષક બનીને આ જોઈ રહ્યું છે. કોઈ ખેલાડીઓની મદદ માટે આગળ આવી રહ્યું નથી. જાણે કે બ્રિજભૂષણને છૂટો દોર આપવામાં આવ્યો છે કે તને જે મન થાય તે કર. ભલે તું મહિલા પહેલવાનો સાથે કંઈ પણ કર કે કુસ્તી જગત સાથે કંઈ પણ કર. અમે તારી સાથે ઊભા છીએ. બધા મહેનતુ ખેલાડીઓનું વજન બરાબર તપાસવામાં આવશે, તેમની મહેનતનું સાચું પરિણામ મેટ પર આવશે, એવું મને નથી લાગતું. એક છોકરી માટે આ ઘણું મુશ્કેલ હશે. વિનેશે વધુમાં કહ્યું- હું અને મારી ટીમ સ્પર્ધા લડીશું, જો કોઈની સાથે કંઈ ખોટું થાય છે તો તેની જવાબદારી ભારત સરકારની રહેશે. કેસ કોર્ટમાં પેન્ડિંગ છે વિનેશે કહ્યું કે આજથી ત્રણ વર્ષ પહેલાં અમે જાતીય સતામણી વિરુદ્ધ પણ અવાજ ઉઠાવ્યો હતો. તેના સંબંધિત કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. 6 મહિલા ખેલાડીઓએ તેમાં ફરિયાદ અને જુબાની આપી હતી, તે કેસમાં જુબાનીઓ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે કોઈપણ પીડિતાની ઓળખને જાહેર ન કરવામાં આવે, કારણ કે તેમની ગરિમા અને માન સન્માનની વાત હોય છે. વિનેશે વધુમાં કહ્યું કે આજે કેટલીક મજબૂરીઓ એવી છે કે હું આપ સૌને કંઈક કહેવા માંગુ છું. હું અત્યારે બોલવા માંગતી ન હતી, કારણ કે કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. દેશ સામે બધી સત્ય સામે આવી જશે. પરંતુ હું કહેવા માંગુ છું કે તે 6 માંથી એક પીડિતા હું પોતે છું, જેમણે ફરિયાદ કરી હતી. WFI અધ્યક્ષ સંજય સિંહે કહ્યું-વિનેશની સુરક્ષાની ગેરંટી લઈએ છીએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ સંજયે કહ્યું કે તેઓ પહેલવાન વિનેશ ફોગાટની સુરક્ષાની વ્યક્તિગત ગેરંટી લે છે. WFI એ વિનેશ ફોગાટની ગોંડામાં 10-12 મેના સિનિયર ઓપન રેન્કિંગ કુસ્તી ટુર્નામેન્ટનું સ્થળ બદલવાની માંગણી ફગાવી દીધી. સંજયે કહ્યું કે જો વિનેશ ફોગાટને સુરક્ષાને લઈને ચિંતા હોય, તો તેઓ સંપૂર્ણ જવાબદારી લે છે. તેમણે કહ્યું કે સ્પર્ધામાં યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગના માન્યતા પ્રાપ્ત રેફરી મુકાબલાઓનું સંચાલન કરશે. બધા ટ્રાયલ મુકાબલાઓની વિડિયો રેકોર્ડિંગ થશે, જેથી પક્ષપાતની શક્યતા ન રહે. તેમણે કહ્યું કે સ્થળ અને શેડ્યૂલ બદલવાથી લગભગ 1500 ખેલાડીઓને મુશ્કેલી પડશે. હવે જાણો શું છે જાતીય સતામણીનો આખો મામલો… બ્રિજભૂષણ પર લગાવ્યા હતા યૌનશોષણના આરોપો 18 જાન્યુઆરી 2023ના રોજ રેસલર વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પૂનિયાએ દિલ્હીના જંતર-મંતર પર ધરણાં કરીને બ્રિજભૂષણ પર મહિલા રેસલર્સ સાથે યૌન શોષણ થયાના આરોપો લગાવ્યા હતા. વિનેશ ફોગાટે રડતા રડતા કહ્યું હતું- બ્રિજભૂષણ શરણ સિંહ અને કોચ નેશનલ કેમ્પમાં મહિલા રેસલર્સનું યૌન શોષણ કરે છે. વિનેશે એ પણ કહ્યું હતું કે બ્રિજભૂષણ ખેલાડીઓની હોટલમાં રોકાતા હતા, જે નિયમોની વિરુદ્ધ છે. ટોક્યો ઓલિમ્પિકમાં હાર પછી WFIના અધ્યક્ષે મને ખોટો સિક્કો કહ્યું હતું. બ્રિજભૂષણની સ્પષ્ટતા- આરોપો સાચા ઠરશે તો ફાંસીએ લટકી જઈશ આ આરોપો પર કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે- કોઈપણ પ્રકારનું યૌન શોષણ થયું નથી. જો થયું હોય, તો હું ફાંસી પર લટકી જઈશ. તેમણે ધરણાને સ્પોન્સર્ડ ગણાવતા તેની પાછળ હરિયાણા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાનો હાથ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હવે આ ખેલાડીઓ નેશનલ લેવલ પર પણ રમવા યોગ્ય રહ્યા નથી.
    Click here to Read More
    Previous Article
    બંગાળની TMCની ‘મમતા’ પૂરી, મોદીમય બન્યું:કોલકાતામાં દીદીનાં ઘરની બહાર જય શ્રીરામના નારા; આસનસોલમાં TMC ઓફિસમાં તોડફોડ, બોમ્બ મળ્યો; મમતાએ કહ્યું- અમે જ જીતીશું
    Next Article
    'મેં છ મહિના પહેલાં પત્ની-દીકરીની હત્યા કરી લાશ દાટી દીધી':સુસાઈડ નોટ લખી વડનગર સિવિલના ચોથા માળેથી યુવકે ઝંપલાવ્યું, પોલીસ મૃતદેહો શોધવા ઘરે પહોંચી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment