Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મેં છ મહિના પહેલાં પત્ની-દીકરીની હત્યા કરી લાશ દાટી દીધી':સુસાઈડ નોટ લખી વડનગર સિવિલના ચોથા માળેથી યુવકે ઝંપલાવ્યું, પોલીસ મૃતદેહો શોધવા ઘરે પહોંચી

    16 hours ago

    ગતરોજ 3 મે, 2026ની રાતે વડનગરની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી એક યુવકે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટનાએ સમગ્ર મહેસાણા પંથકમાં ખળભળાટ મચાવ્યો છે. જોકે, શરૂઆતમાં માત્ર એક આપઘાત જણાતી આ ઘટનામાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે મૃતક ગિરીશ પરમારના ખિસ્સામાંથી એક ચોંકાવનારી સુસાઈડ નોટ મળી આવી. આ ચિઠ્ઠીમાં યુવકે લખ્યું હતું કે, તેણે અંદાજે છ મહિના પહેલાં પોતાની પત્ની અને માસૂમ દીકરીની કરપીણ હત્યા કરી તેમના મૃતદેહ પોતાના જ ઘરમાં દાટી દીધા હતા. ગુનાના ડર અને કૌટુંબિક વિવાદને કારણે યુવકે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે, જેના પગલે હવે પોલીસ કાફલો 3-4 મજૂરો સાથે મૃતદેહોની શોધખોળ કરવા શાહપુર વડ ગામે પહોંચ્યો છે. વડનગર સિવિલના ચોથા માળેથી યુવકનો આપઘાત વડનગર તાલુકાના શાહપુર વડ ગામના રહેવાસી અને હીરાના કારખાનામાં કામ કરતા ગિરીશ બાબુભાઇ પરમારે ગઈકાલે સાંજે વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. હોસ્પિટલ જેવા જાહેર સ્થળે બનેલી આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે. ખિસ્સામાંથી મળી આવેલી સુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો ગિરીશના મોતના પોસ્ટમોર્ટમ અને તપાસ દરમિયાન તેના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેણે અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. ગિરીશે લખ્યું હતું કે, "મેં છ મહિના પહેલા મારી પત્ની પ્રિયંકા અને દીકરી પરીની હત્યા કરી દીધી છે અને તેમની લાશ શાહપુર વડ સ્થિત મારા પોતાના મકાનમાં જ દાટી દીધી છે." આ કબૂલાત બાદ પોલીસ તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું છે. ગુનો છુપાવવા માટે કરી હતી અફવા તપાસમાં સામે આવ્યું છે કે ગિરીશે અંદાજે છ મહિના અગાઉ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. ત્યારબાદ તેણે પત્ની અને પુત્રી ગુમ થઈ હોવાની અફવા ફેલાવી હતી અને પોતે પોતાની બહેનના ઘરે રહેવા જતો રહ્યો હતો. લાંબા સમયથી પત્ની-પુત્રી ગુમ હોવા છતાં ગિરીશ પોલીસ ફરિયાદ કરવામાં આનાકાની કરતો હતો, જેથી અંતે પ્રિયંકાના દાદાએ 15 દિવસ પહેલા વડનગર પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પૂછપરછના ડરે મોત વહાલું કર્યું ફરિયાદ નોંધાયા બાદ ગિરિશના મનમાં એવો ડર ઘૂસી ગયો હતો કે, પોલીસ તપાસમાં તેનો ભાંડો ફૂટી જશે અને તેને પકડી લેશે એટલે તપાસની સોય તેના સુધી પહોંચે તે પૂર્વે જ ગિરિશે વડનગરની સિવિલના ચોથા માળે જઈ ત્યાંથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરીશે ચાર વર્ષ અગાઉ બેચરાજીના ગાભુ ગામની પ્રિયંકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પોલીસ કાફલો ઘટનાસ્થળે સુસાઈડ નોટમાં કરાયેલી કબૂલાત બાદ આજે વડનગર પોલીસ અને મામલતદારની ટીમ કાફલા સાથે ગિરીશના ઘરે પહોંચી છે. સુસાઈડ નોટમાં જણાવ્યા મુજબ ઘરની અંદર ખોદકામ કરી દાટી દેવાયેલા મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ કમકમાટીભરી ઘટનાને કારણે મૃતક ગિરીશના અન્ય સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે, જેનાથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. વડનગર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વિનેશના સમર્થનમાં ઉતર્યા મહાવીર ફોગટ:કહ્યું-કુસ્તી મહાસંઘ ભંગ કરો, હાલના પ્રમુખ બ્રિજભૂષણની કઠપૂતળી; રેસલરે કહ્યું હતું- હું પણ યૌન શોષણનો ભોગ બની
    Next Article
    કાસા વ્યોમા સોસાયટીમાં હેપ્પી સ્ટ્રીટનું આયોજન:બાળકોએ વિવિધ રાજ્યોના ફૂડ સ્ટોલ લગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment