Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં ભાજપ જીત તરફ, ગુજરાતમાં ઝાલમુરીની પાર્ટી:નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું

    2 days ago

    પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધતા તેની અસર દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ જોવા મળી. નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું. પ્રારંભિક તારણો મુજબ, ભાજપ 170થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) આશરે 123 બેઠકો પર પાછળ છે. બે દાયકાથી વધુ સમયથી બંગાળમાં શાસન કરી રહેલી TMCને સત્તા પરથી હટાવવા ભાજપે આક્રમક પ્રચાર કર્યો હતો. આ વલણો સામે આવતા જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. નવસારી જિલ્લામાં આશરે 2,000થી વધુ બંગાળી પરિવારના સભ્યો વસવાટ કરે છે. શહેરની જાણીતી ગોલ્ડની સોલાર કંપનીમાં કાર્યરત બંગાળી સમાજના લોકો અને અન્ય કર્મચારીઓએ ભાજપની જીતને અનોખી રીતે વધાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં પ્રચાર દરમિયાન જે લોકપ્રિય 'ઝાલમુરી' ડીશનો આસ્વાદ માણી તેને પ્રચલિત કરી હતી, તે જ ઝાલમુરી આજે કર્મચારીઓએ એકબીજાને ખવડાવી મોઢું મીઠું કરાવ્યું. ગુજરાત વર્ષોથી દેશના અલગ-અલગ રાજ્યોના લોકો માટે કર્મભૂમિ રહ્યું છે, જેને 'મિની ભારત' સમાન ગણવામાં આવે છે. અહીં રહેતા બંગાળી સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, બંગાળમાં પરિવર્તનની લહેર સ્પષ્ટ દેખાઈ રહી છે. ભાજપના શાસનથી બંગાળમાં નવા યુગની શરૂઆત થશે તેવી આશા સાથે અહીંના શ્રમિકોએ ખુશી વ્યક્ત કરી.
    Click here to Read More
    Previous Article
    રાંદેર પોલીસ સ્ટેશનમાં પરિવારનો હોબાળો, VIDEO:પોલીસે પીધેલી હાલતમાં બુટલેગર સાથે મળી વેપારીને માર માર્યાનો આક્ષેપ
    Next Article
    સુરેન્દ્રનગર ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર:જિલ્લામાં 89.41% સાથે સુરેન્દ્રનગર કેન્દ્ર મોખરે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment