Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર:જિલ્લામાં 89.41% સાથે સુરેન્દ્રનગર કેન્દ્ર મોખરે

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ કેન્દ્રો પરથી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું વિશ્લેષણ અને રાજ્ય સ્તરના પરિણામની સરખામણી પણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર કેન્દ્રમાં કુલ 888 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 794 ઉત્તીર્ણ થયા છે. આ કેન્દ્રનું પરિણામ 89.41% નોંધાયું છે, જે જિલ્લામાં સૌથી વધુ છે. ધ્રાંગધ્રા કેન્દ્રમાં 286 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી 241 ઉત્તીર્ણ થયા છે. આ કેન્દ્રનું પરિણામ 84.27% રહ્યું છે. લીંબડી કેન્દ્રમાં 186 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 128 ઉત્તીર્ણ થયા છે. આ કેન્દ્રનું પરિણામ 68.82% નોંધાયું છે. વઢવાણ કેન્દ્રમાં સૌથી વધુ 1,326 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 1,144 ઉત્તીર્ણ થયા છે. આ કેન્દ્રનું પરિણામ 86.27% રહ્યું છે. સમગ્ર રાજ્યના સ્તરે, ગુજરાતી માધ્યમ (જેમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે) અને અંગ્રેજી માધ્યમના પરિણામની ટકાવારી પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 84.32% અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 85.13% રહ્યું છે. રાજ્ય સ્તરે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના પરિણામની સરખામણીમાં વિદ્યાર્થિનીઓનું પ્રદર્શન ચડિયાતું રહ્યું છે. કુલ 52,548 વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી, જેમાંથી 44,482 ઉત્તીર્ણ થઈ છે, તેમનું પરિણામ 84.65% છે. જ્યારે, કુલ 58,542 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 49,196 ઉત્તીર્ણ થયા છે. તેમનું પરિણામ 84.04% નોંધાયું છે. આમ, રાજ્ય સ્તરે વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું પરિણામ 0.61% જેટલું ઊંચું રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં ભાજપ જીત તરફ, ગુજરાતમાં ઝાલમુરીની પાર્ટી:નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું
    Next Article
    સાબરકાંઠા ધો.12 પરિણામ: સામાન્ય પ્રવાહ 92.30%, વિજ્ઞાન 78.95%:ગત વર્ષ કરતાં સામાન્ય પ્રવાહમાં 0.2%, વિજ્ઞાન પ્રવાહમાં 0.59% વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment