Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા ધો.12 પરિણામ: સામાન્ય પ્રવાહ 92.30%, વિજ્ઞાન 78.95%:ગત વર્ષ કરતાં સામાન્ય પ્રવાહમાં 0.2%, વિજ્ઞાન પ્રવાહમાં 0.59% વધારો

    2 days ago

    સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું. જિલ્લામાં સામાન્ય પ્રવાહનું 92.30 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 78.95 ટકા પરિણામ નોંધાયું છે. ગત વર્ષની સરખામણીમાં સામાન્ય પ્રવાહના પરિણામમાં 0.20 ટકા અને વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 0.59 ટકાનો વધારો થયો છે. વર્ષ 2026 માં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 11,526 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 10,639 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 887 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આમ, સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 92.30 ટકા રહ્યું છે. સામાન્ય પ્રવાહમાં ગ્રેડ મુજબ પરિણામ જોઈએ તો, A1 ગ્રેડમાં 57 વિદ્યાર્થીઓ, A2 માં 562, B1 માં 1,396, B2 માં 2,370, C1 માં 3,136, C2 માં 2,528, D માં 576 અને E1 ગ્રેડમાં 14 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 2,784 વિદ્યાર્થીઓમાંથી 2,198 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે 586 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 78.95 ટકા નોંધાયું છે. વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓ, A2 માં 126, B1 માં 333, B2 માં 447, C1 માં 578, C2 માં 542, D માં 164 અને E1 ગ્રેડમાં 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. ગત વર્ષ 2025 માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 92.10 ટકા હતું, જે આ વર્ષે 92.30 ટકા થયું છે, આમ 0.20 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેવી જ રીતે, વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગત વર્ષે 78.36 ટકા હતું, જે આ વર્ષે 78.95 ટકા થયું છે, જેમાં 0.59 ટકાનો સુધારો નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર:જિલ્લામાં 89.41% સાથે સુરેન્દ્રનગર કેન્દ્ર મોખરે
    Next Article
    "Belligerent" Delta Passenger Arrested For Refusing To End Phone Call Before Take Off, Video Viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment