Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા-થાનગઢમાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ:નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ અધ્યક્ષતા કરી, પુરવઠા સમિતિ પણ મળી

    5 days ago

    ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ તેમજ પુરવઠા સલાહકાર સમિતિની બેઠક નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો અને જાહેર વિતરણ વ્યવસ્થા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિમાં પીવાના પાણીના પ્રશ્નો મુખ્ય રહ્યા હતા. ચોટીલા તાલુકાના ઢોકળવા અને ઘારૈઇ ગામોમાં તેમજ થાનગઢ તાલુકાના અભેપર અને મનડાસર ગામોમાં પીવાના પાણીની સમસ્યા અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, ચોટીલા તાલુકાના પાંજવાળી ગામે વાસમોની જર્જરિત પાણીની ટાંકી ઉતારવા અંગે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. બેઠકમાં થાનગઢ નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં કાઢવામાં આવેલા ખોટા બી.પી.એલ. દાખલાઓની વિગતવાર તપાસ કરી, જો ખોટા જણાય તો ગુનો દાખલ કરવા ચીફ ઓફિસર, થાનગઢને સૂચના આપવામાં આવી હતી. ચોટીલા નેશનલ હાઈવે પર જલારામ મંદિર અને આણંદપુર રોડ પર વારંવાર થતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી. નેશનલ હાઈવે 47 પર ઘણી જગ્યાએ ગેરકાયદેસર કટઆઉટ કરવામાં આવ્યા હોવાથી અકસ્માતની સંભાવના વધે છે. આવા કટઆઉટની ખાતરી કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી. વધુમાં, ચોટીલા નેશનલ હાઈવે પર વારંવાર અકસ્માત થતા સ્થળોને ઓળખીને તેનો અહેવાલ મોકલવા પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ બેઠકની સાથે જ પુરવઠા સલાહકાર સમિતિની બેઠક પણ યોજાઈ હતી, જેના અધ્યક્ષસ્થાને પણ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા હતા. આ બેઠકમાં પુરવઠા શાખાનો જથ્થો નિયત સમયમર્યાદામાં વિતરણ કરવા, ઈ-કેવાયસીની કામગીરી સત્વરે પૂર્ણ કરવા અને ગોડાઉનથી દુકાનો સુધી જથ્થો સમયસર પહોંચાડવા ગોડાઉન મેનેજરને સૂચનાઓ આપવામાં આવી હતી. વધુમાં, રેકોર્ડ વર્ગીકરણની કામગીરી પણ સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ અપાયો હતો. આ બેઠકોમાં મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, પાણી પુરવઠા, પીજીવીસીએલ, ઝેટકો, માર્ગ અને મકાન (પંચાયત અને સ્ટેટ), નર્મદા વિભાગ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, ડેપો મેનેજર સહિતના અધિકારીઓ અને બિનસરકારી સભ્ય પ્રદીપભાઈ ખાચર ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોડાસામાં ભારત વિકાસ પરિષદની વાર્ષિક સભા યોજાઈ:ગૌરાંગ સોની પ્રમુખ બન્યા, નવી ટીમ સેવાકાર્યો આગળ ધપાવશે
    Next Article
    જામનગરના પટેલ કોલોની એપાર્ટમેન્ટમાં આગ:મીટર બોક્સમાં શોર્ટ સર્કિટથી ભડકો, રહીશો સુરક્ષિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment