Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં ભારત વિકાસ પરિષદની વાર્ષિક સભા યોજાઈ:ગૌરાંગ સોની પ્રમુખ બન્યા, નવી ટીમ સેવાકાર્યો આગળ ધપાવશે

    5 days ago

    અરવલ્લી જિલ્લામાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી ભારત વિકાસ પરિષદ, મોડાસા શાખાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં આગામી વર્ષ માટે નવી કારોબારીની રચના કરવામાં આવી, જેમાં ગૌરાંગભાઈ સોનીને પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. તેમની આગેવાની હેઠળની નવી ટીમ પરિષદના સેવાકાર્યોને આગળ ધપાવશે. મોડાસાના ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલમાં આયોજિત આ સભામાં ગુજરાત સેન્ટ્રલ પ્રાંતના ઉપપ્રમુખ હિંમતસિંહજી રાઠોડ અને વિભાગીય સહમંત્રી નાગેન્દ્રસિંહજી બિહોલા અધ્યક્ષસ્થાને રહ્યા હતા. નવી કારોબારીમાં ઉત્તમકુમાર પટેલને મંત્રી અને નીરવભાઈ પટેલને ખજાનચી તરીકે જાહેર કરવામાં આવ્યા. સભામાં મુખ્ય વક્તા તરીકે હિંમતસિંહજી રાઠોડે ભારત વિકાસ પરિષદનો ઇતિહાસ રજૂ કર્યો હતો. વિભાગીય સહમંત્રી નાગેન્દ્રસિંહજી બિહોલાએ સંસ્કારના મહત્વ પર ભાર મૂક્યો, તેમણે જણાવ્યું કે આધુનિક સમયમાં સુવિધાઓ હોવા છતાં સંસ્કારનો અભાવ સમાજનું સંતુલન ખોરવી શકે છે. કાર્યક્રમની શરૂઆત પૂર્વ પ્રમુખ સુમંતભાઈ પટેલના સ્વાગત પ્રવચનથી થઈ હતી. ત્યારબાદ પૂર્વ મંત્રી મૌલિકભાઈ પટેલે ગત વર્ષ દરમિયાન યોજાયેલા વિવિધ પ્રકલ્પોની માહિતી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને ફોટાઓ દ્વારા રજૂ કરી હતી. પરિષદ દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ, વૃક્ષારોપણ, શિક્ષણ કીટ વિતરણ, બાલિકા ભોજન, ગુરુવંદન, રાષ્ટ્રીય સમૂહગાન, કન્યા પૂજન અને ક્રિકેટ ટુર્નામેન્ટ જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા. વર્ષ 1963માં સ્થાપિત ભારત વિકાસ પરિષદ 'સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ'ના સૂત્ર સાથે કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરીને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના હેતુઓ સિદ્ધ કરવાનો પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય છે. મોડાસા શાખાની ટીમ દ્વારા સતત સેવાકીય અને સંસ્કારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા અરવલ્લી જિલ્લા અને રાજ્યમાં આગવું સ્થાન પ્રાપ્ત કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ધો-12 સાયન્સનું 84.33% ને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ:સા.પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી, સૌથી ઓછું અમદાવાદ શહેરનું પરિણામ; વોટ્સએપ પર મેળવો 4 સ્ટેપ્સમાં માર્કશીટ
    Next Article
    ચોટીલા-થાનગઢમાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ:નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ અધ્યક્ષતા કરી, પુરવઠા સમિતિ પણ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment