Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના પટેલ કોલોની એપાર્ટમેન્ટમાં આગ:મીટર બોક્સમાં શોર્ટ સર્કિટથી ભડકો, રહીશો સુરક્ષિત

    5 days ago

    જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા વ્રજમંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઇલેક્ટ્રિક મીટર બોક્સમાં આગ લાગી હતી. આ ઘટના શેરી નંબર 12 માં બની હતી, જેના કારણે એપાર્ટમેન્ટના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ટાંગેલા વીજ મીટરોમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આગ એપાર્ટમેન્ટના નીચેના ભાગમાં લાગી હોવાથી ઉપરના માળે રહેતા પરિવારોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતર્કતાપૂર્વક પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મીટર બોક્સ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઉનાળાની શરૂઆતમાં ઇલેક્ટ્રિક લોડ વધવાને કારણે આવા બનાવો બનતા હોય છે, ત્યારે વીજ તંત્ર અને રહીશોએ વાયરિંગ બાબતે વિશેષ તકેદારી રાખવી જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલા-થાનગઢમાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ:નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ અધ્યક્ષતા કરી, પુરવઠા સમિતિ પણ મળી
    Next Article
    West Bengal Assembly Election Results 2026 Live Updates: Bhabanipur nail-biter—Suvendu ahead of Mamata by 1,558 votes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment