Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજી ડેમ દુર્ઘટના:ફાયર બ્રિગેડની ‘અન્ડર વોટર સ્મોક ટેક્નિક’થી આજીમાંથી રોહિતનો મૃતદેહ સપાટીએ આવ્યો

    1 week ago

    શનિવારે સાંજે આજી ડેમમાં નહાવા પડેલા એક જ પરિવારના ચાર સભ્ય ડૂબવાની કાળજું કંપાવનારી ઘટનામાં રવિવારે અંતિમ મૃતદેહ મળી આવ્યો છે. ગઇકાલે ત્રણ સભ્યના મૃતદેહ મળ્યા બાદ પરિવારના પુત્ર રોહિતની શોધખોળ માટે વહીવટી તંત્ર અને ફાયર વિભાગે આખી રાત ઓપરેશન ચાલુ રાખ્યું હતું. અંતે 22 કલાકથી વધુની મથામણ બાદ રોહિતનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. ફાયર વિભાગના ધીરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, નવા ઘાંચીવાડ શેરી નં.7માં રહેતા રોહિત ભરતભાઇ જાદવનો પત્તો ન મળતા રાજકોટ ફાયર વિભાગના બેડીપરા અને કોઠારિયા સ્ટેશનના કુલ 60 કર્મચારીએ મોરચો સંભાળ્યો હતો. 20-20 લોકોની ટીમ બનાવી સતત 3 શિફ્ટમાં પાણીમાં સર્ચ કરવામાં આવ્યું હતું. જોકે, લાંબા સમય સુધી સફળતા ન મળતા ફાયર વિભાગે ખાસ યુક્તિ અજમાવી હતી. પાણીમાં બોટ ગોળ-ગોળ ફેરવી તેના એન્જિનના ધુમાડા અને તરંગોનું પ્રેશર ઊભું કરવામાં આવ્યું હતું. આ પ્રેશરને કારણે ઊંડે ફસાયેલો મૃતદેહ ઉપર આવી ગયો હતો. ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, રોહિતનો મૃતદેહ પાણીમાં નીચે રહેલી ભેખડમાં દબાઈ ગયો હોવાની પૂરેપૂરી શક્યતા હતી. આ જ કારણે સામાન્ય સર્ચિંગમાં તે મળતો નહોતો. રવિવારે બપોરે 2.25 વાગ્યે જેવો મૃતદેહ સપાટી પર દેખાયો કે તુરંત તેને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ એક હસતા-રમતા પરિવારના ચાર સભ્યના કરુણ મોતે સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાવી દીધી છે. શનિવારે 3 મૃતદેહ મળ્યા’તા : એક પાણીમાં ગરક હતો શનિવારે સાંજે આજી ડેમમાં નહાવા ગયેલા એક જ પરિવારના ચાર સભ્યો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક અન્ય ત્રણ સભ્યના મૃતદેહ બહાર કાઢ્યા હતા. રવિવારે પુત્રનો પણ મૃતદેહ મળી આવતા પરિવારમાં માતમ છવાયો છે.
    Click here to Read More
    Previous Article
    NEETની પરીક્ષા:બાયોલોજી સરળ, ફિઝિક્સ-કેમિસ્ટ્રીના પ્રશ્નો અઘરા અને લાંબા હતા, વિદ્યાર્થીઓને ગણતરીમાં સમય ઓછો પડ્યો
    Next Article
    અનોખું સેવાકાર્ય:પુત્રને લિવર આપીને બચાવી ન શકનાર પિતા દર માસે 100 બાળકોને પોષણ કિટ આપે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment