Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:સુરતમાં એડિડાસ, નાઈકી, પૂમાના શૂઝનાં કાપડ બનવા માંડ્યાં, ચીનને ટક્કર અપાશે

    1 week ago

    રોજનું 6.5 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં હવે શૂ ફેબ્રિકનો ઉમેરો થયો છે. છેલ્લાં બારેક વર્ષમાં શરૂ થયેલી આ સફર હવે તેજ બની છે. હાલમાં રોજ 5થી 15 લાખ મીટર સુધી ઉત્પાદન પહોંચી ગયું છે. આમ, સુરત હવે ચીનને ટક્કર આપવા માટે તૈયાર થઈ રહ્યું છે. અગાઉ સ્પોર્ટ્સ શૂઝના ફેબ્રિક માટે ભારત સંપૂર્ણપણે ચીન પર નિર્ભર હતો, પરંતુ છેલ્લાં 5-6 વર્ષમાં MSME એકમોએ આ તસવીર બદલી નાખી છે. પોલિએસ્ટર અને નાયલોન (MMF) પર મજબૂત પકડ હોવાના કારણે સુરત માટે આ બદલાવ સરળ રહ્યો હતો. હવે આગ્રા, દિલ્હી અને દક્ષિણ ભારતના મોટા ફૂટવેર હબને કાચો માલ સુરતથી અપાઈ રહ્યો છે. સુરત હવે સાડી અને ડ્રેસ મટિરિયલથી આગળ વધી રોજ 5થી 15 લાખ મીટર શૂ ફેબ્રિક બનાવી રહ્યું છે, જેમાં મેશ, નિટેડ અને PU કોટેડ ફેબ્રિકની ભારે માંગ છે. આગામી ત્રણેક વર્ષમાં આ સેક્ટર ઝડપથી આગળ વધી સુરતની અર્થવ્યવસ્થાનો મોટો ભાગ બની શકે છે. આ 4 કારણોને લઈ સુરત માટે શૂ-ફેબ્રિક્સમાં ઉજ્જવળ તકો નિટેડ-PU કોટેડ ફેબ્રિકની ભારે માંગ રહેતાં 3 વર્ષમાં ઉત્પાદન બમણું થશે નિકાસનું હબ બની શકે છે સુરત : નિષ્ણાતોના મતે ‘China+1’ વ્યૂહરચના હેઠળ વિદેશી શૂ બ્રાન્ડ્સ હવે ભારત તરફ વળી રહી છે. જો સરકારનો સહકાર મળે તો સુરત શૂ ફેબ્રિકનું હબ બની શકે છે. શૂ ફેબ્રિકની ડિમાન્ડનો ગ્રોથ રેટ સૌથી વધુ શહેરમાં રોજ 6.5 કરોડ મીટર મેન મેડ ફેબ્રિક બને છે, જે દેશમાં સૌથી વધુ છે. જો કે, તેમાં શૂ ફેબ્રિકનો હિસ્સો નાનો છે, પરંતુ આ સેક્ટર ઝડપથી વિકસી રહ્યું છે. રોજના 5થી 15 લાખ મીટર ઉત્પાદનમાં મેશ, નીટેડ, PU કોટેડ અને નોનવોવેન ફેબ્રિકની માંગ વધુ છે. એકંદરે, સુરતનો કાપડ ઉદ્યોગ નવા બદલાવના દોરમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યાં પરંપરાગત ટેક્સટાઇલ સાથે શૂ-ફેબ્રિકનું કાર્ય એક નવા ગ્રોથ એન્જિન તરીકે ઉભરી રહ્યું છે. જો કે, સુરતનું કુલ ટેક્સટાઇલ ઉત્પાદન વિશાળ છે, પરંતુ શૂ ફેબ્રિકનો ગ્રોથ રેટ સૌથી વધુ છે. > ગિરધર ગોપાલ મુંદરા, ટેક્સ્ટાઇલ ઉદ્યોગપતિ.
    Click here to Read More
    Previous Article
    ભ્રષ્ટાચારના આક્ષેપ:વરાછાની પ્રમુખ છાયા સોસાયટીમાં CC રોડની ચાલુ કામગીરી વચ્ચે તિરાડો પડી
    Next Article
    સહકાર રોડ પર અકસ્માત બાદ શખ્સનો આતંક:બાઈક ટક્કર બાદ 50 હજારની ખંડણી માગી, જાનથી મારી નાખવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment