Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા-વડનગર -ખેરાલુ-દાંતા-અંબાજી માર્ગ વધુ સુગમ બનશે‎:વિસનગરમાં CC રોડ સાથે ડ્રેનેજ પાણી ભરાવાની સમસ્યા નહીં રહે

    13 hours ago

    યાત્રાધામ અંબાજી સહિત ઉત્તર ગુજરાતના મહત્વના સ્થળોને જોડતા મહેસાણા-વિસનગર- વડનગર-ખેરાલુ- દાંતા-અંબાજી માર્ગને વધુ સુગમ, સલામત અને ટકાઉ બનાવવા માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, મહેસાણા દ્વારા હાલ વિસનગર શહેરમાંથી પસાર થતા હયાત ચારમાર્ગીય રસ્તા પર CC રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. સાથે જ ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ ન રહે તે માટે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા પણ વિકસાવવામાં આવી રહી છે. CC રોડ બનવાથી અગાઉ ડામર સપાટી પર પાણી ભરાવાને કારણે થતા નુકસાનની સમસ્યા દૂર થવાની શક્યતા છે. નવી ડ્રેનેજ વ્યવસ્થાને કારણે રસ્તા પરનું વરસાદી પાણી ઝડપથી બહાર નીકળી શકશે, જેથી માર્ગની ટકાઉપણામાં પણ વધારો થશે. આ ઉપરાંત માર્ગ ફર્નિશિંગની કામગીરી પણ હાથ ધરાઈ રહી છે. તેના કારણે વાહનચાલકોને માર્ગની દિશા, સલામતી તેમજ રાત્રિના સમયે માર્ગની ઓળખ કરવામાં વધુ સુવિધા મળશે. આ માર્ગ વિસનગર શહેર સહિત યાત્રિકો માટે પણ સુવિધાજન બનશે. વડનગર-તારંગા-અંબાજી જતા યાત્રિકોને પણ લાભ કામગીરી પૂરી થયા બાદ માર્ગની વાહન વ્યવહાર ક્ષમતા અને સલામતીમાં વધારો થશે. સ્થાનિક નાગરિકો અને વેપારીઓ ઉપરાંત વડનગર, તારંગા તથા અંબાજી જેવા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાતે જતા પ્રવાસીઓ અને યાત્રિકોને વધુ સુવિધાજનક પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ થશે.
    Click here to Read More
    Previous Article
    બીજા સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ:વહેલી સવારથી દર્શન માટે લાઈનો લાગી; ‘હર હર ભોલે’ના નાદથી શિવાલયો ગુંજ્યા
    Next Article
    ગિનીમાં કચરાનો પહાડ ધસી પડ્યો, 30ના મોત:6 લોકો ઘાયલ; ભારે વરસાદ બાદ બચાવ અભિયાન ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment