Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીજા સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ:વહેલી સવારથી દર્શન માટે લાઈનો લાગી; ‘હર હર ભોલે’ના નાદથી શિવાલયો ગુંજ્યા

    12 hours ago

    પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે 4 વાગ્યાથી જ દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે, જેથી દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી છે. શ્રાવણના બીજા સોમવાર નિમિત્તે સોમનાથ મહાદેવની પ્રથમ મહાપૂજા અને પ્રાતઃ આરતી યોજાઈ. આ ઉપરાંત, શિવજીની વિશેષ પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલેનાથ'ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું છે. શ્રાવણના સોમવારે સોમનાથ મહાદેવના ઘરેબેઠાં કરો દર્શન, પૂજા કરી આરતી પણ ઉતારો યાત્રિકોની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુચારું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સિનિયર સિટીઝન અને દિવ્યાંગ યાત્રિકો માટે નિઃશુલ્ક કાર, વ્હીલચેર અને મંદિર પરિસરમાં લિફ્ટની સુવિધા પણ કરવામાં આવી છે. સોમનાથ મંદિરના પાર્કિંગથી મંદિર સુધીનું આશરે 700 મીટરનું અંતર હોવાથી, ટુરિઝમ વિભાગના સહયોગથી નિઃશુલ્ક ડેમો ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેન દ્વારા યાત્રિકોને સતત મંદિર સુધી લાવવા-લઈ જવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ પણ વાંચો, શ્રાવણના સોમવારનું મહત્ત્વ અને પૂજા-વિધિ શ્રાવણ માસ દરમિયાન ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, સોમનાથ મંદિરની સુરક્ષા માટે થ્રી-લેયર સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિરની અંદર કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ છે. એટલું જ નહીં સ્ક્રીનિંગ પ્રક્રિયા બાદ જ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પોલીસ કર્મચારીઓને યાત્રિકો સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરવા અને સુરક્ષા જાળવવા માટે ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. આમ, શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ ધામમાં આસ્થા અને ભક્તિનો અદભૂત સંગમ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ગુંજતા 'હર હર મહાદેવ'ના નાદથી સમગ્ર મંદિર પરિસર શિવમય બન્યું છે. વાંચો શ્રાવણના પ્રથમ દિવસે કેવો હતો માહોલ, ઝરમર વરસાદ વચ્ચે દર્શન માટે લાઈનો લાગી આ પણ વાંચો : શ્રાવણના પ્રથમ સોમવારે સર્જાયો ધ્વજાપૂજાનો રેકોર્ડ
    Click here to Read More
    Previous Article
    સાહેબ મિટિંગમાં છે:એક મહિનામાં જ CM બાદ અમિત શાહની અમરેલી મુલાકાતથી રાજકીય અટકળો તેજ, આનંદીબહેનના રાજીનામાની અફવા ફેલાવવા પાછળ કોનું ભેજું?
    Next Article
    મહેસાણા-વડનગર -ખેરાલુ-દાંતા-અંબાજી માર્ગ વધુ સુગમ બનશે‎:વિસનગરમાં CC રોડ સાથે ડ્રેનેજ પાણી ભરાવાની સમસ્યા નહીં રહે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment