Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:જળસંચય : મતીરાળાની જમકુડી નદી ઉંડી અને પહોળી થતાં આસપાસના ધરતીપુત્રોને સિંચાઈમાં ફાયદો થશે

    22 hours ago

    લાઠી તાલુકાના મતિરાળા ગામ નજીક થી પસાર થતી જમકુડી (ઝરખડી) નદી પાછલા કેટલા વર્ષોથી મૃત પાય ખેતીમાં હતી. તેને પુનરજીવન કરવા રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જળસંચયનું મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના હસ્તે 17 કરોડના ખર્ચે જમકુડી નદીને ઊંડી ઉતારવા અને પહોળી કરવા માટે ભૂમિ પૂજન કરાયું હતું. ત્યારબાદ ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના માર્ગદર્શન તળે નદી ઉંડી ઉતારવા 22 હિટાચી, 20 ડમ્પર, જેસીબી, ટ્રેક્ટરો સહિતની મશીનરી દિનરાત ચાલી રહી છે. આવનાર સમયમાં જમકુડી નદી પર થયેલ જળસંચય કામગીરી સમગ્ર રાજ્ય માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. આ કામગીરીમાં 70 લોકોનો સ્ટાફ જોડાયેલો છે. અહીં નદીમાં પાણીનો સંગ્રહ થશે તો આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થશે. જમકુડી નદી પર 9. 6 કિમીમાં જળસંચય કામગીરી કરાશે જમકુડી નદી પર ડી. પી .આર મુજબ 9.6 કિલોમીટર વિસ્તારમાં જળસંચય કામગીરી થનાર છે. જેના કારણે માલવિયા પીપરીયા, વરસડા, મતીરાળા, કૃષ્ણગઢ સહિતના ગામોના પાણી સ્ત્રોતમાં વધારો થશે. કચ્છ અને પંચમહાલ સહિત 13 જગ્યાએ જળસંચયની કામગીરી ચાલી રહી છે મતીરાળાની જેમ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કચ્છ, પંચમહાલ સહીત 13 જગ્યાએ પણ જળસંચયની કામગીરી દિનરાત ચાલી રહી છે.> કનકભાઈ પટેલ, મેનેજર
    Click here to Read More
    Previous Article
    લોબિંગ શરૂ:વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં ખેંચતાણ હિંદુ-મુસ્લિમ ઉમેદવારોનું લોબિંગ શરૂ
    Next Article
    ગંભીર અક્સ્માત સર્જાયો:ધારી-તુલસીશ્યામ રોડ પર રિક્ષા, ટ્રક વચે અકસ્માતમાં 8 ઇજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment