Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોબિંગ શરૂ:વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં ખેંચતાણ હિંદુ-મુસ્લિમ ઉમેદવારોનું લોબિંગ શરૂ

    20 hours ago

    મ્યુનિ.માં મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન બાદના સૌથી પ્રભાવશાળી પદ નેતા વિપક્ષ માટે હવે કોંગ્રેસમાં લોબિંગ થઈ રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવારોમાંથી 18 મુસ્લિમ અને 14 હિન્દુ છે. બહુમતિને કારણે મુસ્લિમ ઉમેદવારને વિપક્ષના નેતાનું પદ મળવું જોઈએ તેવી લોબી ચાલી રહી છે. બીજી તરફ ગત ટર્મમાં મુસ્લિમ સમાજના કોર્પોરેટર નેતા વિપક્ષ હોવાથી હિન્દુ ઉમેદવારમાંથી કોઈની પસંદગી થાય તેવી ચર્ચા છે. હિંદુ માટે મુસ્લિમ MLA, મુસ્લિમ માટે હિંદુ MLAનું લોંબિંગ કોંગ્રેસમાં નીરવ બક્ષી માટે કહેવાય છેકે, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ભૂતપૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ લોબિંગ કરી રહ્યા છે. જ્યારે શહેજાદખાન પઠાણ માટે ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના નેતા લોબિંગ કરી રહ્યા છે. મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન પછી સૌથી પાવરફુલ પદ - મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બાદ સૌથી પાવરફુલ પદ - વિપક્ષ નેતાને પદાધિકારીઓની સમકક્ષ કાર આપવામાં આ‌વે છે. - રિવરફ્રન્ટ કોર્પોરેશન, BRTS, મેટ, વીએસમાં વિપક્ષના નેતા સભ્ય - મહત્ત્વના નિર્ણયમાં વિરોધ પક્ષના નેતાને પણ માહિતગાર કરવા પડે છે. કોણ દાવેદાર ગત ટર્મના નેતા વિપક્ષ શહેજાદખાન પઠાણ, ઉપનેતા નીરવ બક્ષી વચ્ચે હરીફાઈ છે. આ સિવાય હાજી અસરાર બેગ, ઝુલ્ફીકાર પઠાણ, કુબેરનગરના કામિની ઝા વિરોધપક્ષના નેતાના પદ માટે દાવેદાર મનાય છે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટિવ:ભાવનગરમાં સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમથી વીજળીના ઉપયોગ વગર ગંદાપાણીનો થઇ રહ્યો છે નિકાલ
    Next Article
    મંડે પોઝિટીવ:જળસંચય : મતીરાળાની જમકુડી નદી ઉંડી અને પહોળી થતાં આસપાસના ધરતીપુત્રોને સિંચાઈમાં ફાયદો થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment