Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટિવ:ભાવનગરમાં સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમથી વીજળીના ઉપયોગ વગર ગંદાપાણીનો થઇ રહ્યો છે નિકાલ

    19 hours ago

    શહેરી વિસ્તારોમાં વધતા ગંદા પાણી અને ઘટતા કુદરતી સંસાધનો વચ્ચે હવે એક નવી અને ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી આશાનું કિરણ બની છે. ભાવનગરની વિશ્વવિખ્યાત સંશોધન સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવેલી “સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમ” શહેરી ગંદા પાણીના શુદ્ધિકરણ માટે એક અસરકારક અને ઓછી ખર્ચવાળી પદ્ધતિ તરીકે સામે આવી છે. આ સિસ્ટમ કુદરતી પ્રક્રિયાની નકલ કરીને પાણી શુદ્ધ કરે છે અને સાથે હરિયાળી તથા પર્યાવરણ સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. ખાસ તો આ ટેક્નોલોજીમાં વીજળીનો ઉપયોગ થતો નથી અને ઇકો ફ્રેન્ડલી છે આ ટેકનોલોજી ભાવનગરમાં એક વર્ષથી કાર્યરત છે બાદમાં અમદાવાદ અને હવે ગત 26 માર્ચે ટેકનોલોજીનું જ્ઞાન નાગપુર સ્થિત ‘ઇકોલોજિક સાયન્સ ટેકનિક પ્રાઇવેટ લિમિટેડ’ને ટ્રાન્સફર કરાઇ છે. જેથી તેનું વ્યાપક ઉપયોગ થઈ શકે. આ ટેકનોલોજી સમગ્ર ભારત માટે પર્યાવરણને નુકશાન ન થાય એવી રીતે ગંદા પાણીના નિકાલમાં ગેઇમ ચેન્જર સાબિત થઇ શકે છે. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI), ભાવનગર દ્વારા વિકસાવાયેલ આ નવીન હેલોફાઇટ આધારિત ઇલેક્ટ્રોએક્ટિવ વેટલેન્ડ સિસ્ટમ વિવિધ પ્રકારના ગંદા પાણી—જેમ કે ગટરનું પાણી, ખારાશવાળું પાણી, ઔદ્યોગિક પ્રવાહ અને વરસાદી પાણીના શુદ્ધિકરણ માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. આ સિસ્ટમ પાંચ તબક્કામાં કાર્ય કરે છે જેમાં એનઍરોબિક ઝોન, ફિલ્ટ્રેશન ઝોન, ઇલેક્ટ્રોએક્ટિવ વેટલેન્ડ ઝોન, કન્સ્ટ્રક્ટેડ વેટલેન્ડ ઝોન અને અંતિમ શુદ્ધિકરણ ઝોનનો સમાવેશ થાય છે. તેમાં ખાસ પ્રકારના છોડ જેમ કે Juncus rigidus અને Canna indica સાથે માઇક્રોબિયલ તત્વોનો ઉપયોગ થાય છે, જે પ્રદૂષકો દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભાવનગરના કુંભારવાડાના વિરમેઘનગર વિસ્તારમાં આ પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાં ભાવનગર મહાનગરપાલિકાએ જમીન ફાળવી છે. આ પ્રોજેક્ટને ‘બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ (BIRAC)’ દ્વારા નાણાંકીય સહાય આપવામાં આવી છે. હવે આ સુવિધા મહાનગરપાલિકાને એક વર્ષથી સોંપવામાં આવી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ મ્યુનિસિપાલિટી, રિયલ એસ્ટેટ, નાના રહેણાંક વિસ્તારો, ઔદ્યોગિક ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્રમાં પણ થઈ શકે છે. ક્યાં ઉપયોગી છે આ ટેકનોલોજી? મહાનગરપાલિકા અને શહેરી વિકાસ પ્રોજેક્ટ, રહેણાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ્સ ઔદ્યોગિક ગંદા પાણીનું સંચાલન, કૃષિ અને વરસાદી પાણીનું શુદ્ધિકરણ અને સ્ટાર્ટઅપ અને પર્યાવરણ કન્સલ્ટન્ટ માટે ઉપયોગી થઇ શકે. સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમની ખાસિયતો વીજળીના વપરાશ વગર ઓછી કિંમતમાં ગંદા પાણીનું શુદ્ધિકરણ, પર્યાવરણ મૈત્રી અને કુદરત આધારિત ટેકનોલોજી, ખારાશવાળા પાણી માટે પણ અસરકારક વીજ પોટેન્શિયલ ઉત્પન્ન કરવાની ક્ષમતા સાથે સરળતાથી સ્થાપિત કરી શકાય તેવી સિસ્ટમ છે. ગંદાપાણીને શુદ્ધ કરી ગાર્ડનીંગમાં ઉપયોગ કરી શકાય 10 વર્ષની જહેમતથી આ સંશોધન વિકસાવાયું છે. જેમાં વિશેષ વાત એ છે કે આ સિસ્ટમ 5 ppt સુધીની ખારાશ ધરાવતા પાણીનું પણ અસરકારક રીતે શુદ્ધિકરણ કરી શકે છે. સાથે સાથે, તેમાં 770 mV સુધીનું વિદ્યુત પોટેન્શિયલ ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ છે. કોઇ પણ ખાનગી સોસાયટી પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગંદાચ પાણીનો નિકાસ કરી શકે છે . જેમાં કોઇ કેમિકલ કે વીજળીનો વપરાશ નથી અને ગંદા પાણીને થોડુંઘણું શુદ્ધ કરી તેનો સોસાયટીમાં સફાઇ માટે કે ગાર્ડનીંગ માટે ઉપયોગ કરી શકાય છે. > ડો.સનક રે, સંશોધન વૈજ્ઞાનિક, સેન્ટ્રલ સોલ્ટ સંસ્થા
    Click here to Read More
    Previous Article
    પ્રજાનો અવાજ:સૌથી નાના વેજલપુર વોર્ડમાં સમસ્યાઓની હારમાળા
    Next Article
    લોબિંગ શરૂ:વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં ખેંચતાણ હિંદુ-મુસ્લિમ ઉમેદવારોનું લોબિંગ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment