Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રજાનો અવાજ:સૌથી નાના વેજલપુર વોર્ડમાં સમસ્યાઓની હારમાળા

    18 hours ago

    દક્ષિણ પશ્ચિમ ઝોનનો સૌથી નાનો વેજલપુર વોર્ડ વિસ્તારફળમાં માત્ર 2.9 ચોરસ કિમી અને અંદાજે 1.20 લાખની વસ્તી ધરાવતો હોવા છતાં મૂળભૂત સુવિધાઓના ગંભીર અભાવનો સામનો કરી રહ્યો છે. નાનો વોર્ડ હોવા છતાં અહીં પાણી, ગટર અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓમાં ખામીઓ સામે આવી રહી છે, જેના કારણે રહેવાસીઓમાં અસંતોષ વધ્યો છે. વસ્ત્રાપુર રેલવે સ્ટેશન ક્રોસિંગ પર બની રહેલો બ્રિજ જાન્યુઆરી 2026માં પૂર્ણ થવાનું હતું. તેની ડેડલાઇન વધારીને ઓગસ્ટ 2026 કરાઈ છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા છે ખાસ કરીને ચોમાસા દરમિયાન શ્રીનંદનગર રોડ વરસાદી પાણીથી છલોછલ થઈ જાય છે, જ્યારે શ્રીનંદનગરથી પોલીસ હેડક્વાર્ટર રોડ પર આવેલ વેપારી એકમોમાં પાણી ભરાઈ જતાં વેપારીઓને નુકસાન વેઠવું પડે છે. પરિસ્થિતિથી કંટાળીને કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો આગળ પાળી બાંધીને પાણી રોકવાનો પ્રયાસ કર્યો છે. શિક્ષણ ક્ષેત્રે પણ વોર્ડ પાછળ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની એક પણ અંગ્રેજી માધ્યમની શાળા ન હોવાથી વાલીઓને ખાનગી શાળાઓમાં ભારે ફી ચૂકવીને બાળકોને ભણાવવા મજબૂર થવું પડે છે, જેના કારણે આર્થિક ભારણ વધી રહ્યું છે. આ સિવાય વસ્ત્રાપુર રેલવે સ્ટેશનથી ચામુંડા અંડરપાસ તરફનો સમાંતર રસ્તો વર્ષોથી કાચો જ છે. એક પણ અંગ્રેજી માધ્યમની સ્કૂલ નથી, ગટર ઉભરાવાના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધતો જાય છે શ્રીનંદનગરમાં પાણી નહીં ભરાય, વિકાસના કામો કરવાનો દાવો શ્રીનંદનગરમાં પહેલાં ત્રણ દિવસે પાણી ઉતરતું હવે તેમાં બેથી ત્રણ કલાકના સમયગાળામાં જ પાણી ઉતરી જાય છે. ચાલુ વરસાદે પાણી ભરાઈ રહે તેમાં વાંધો નથી હોતો. જોકે, આ વખતે પાણી સ્થિર પણ નહીં રહે. વરસાદ બંધ થયાના થોડાક જ સમયમાં પાણી ઉતરી જશે. ટીપી 83 અમલાવારી માટે અધિકારીઓને કાયદાકીય રીતે જે થતું હશે તેની સૂચના આપવામાં આવશે. વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે કટિબદ્ધ રહીશું. » દેવાંગ મહેતા, વેજલપુર વોર્ડમાંથી જીતેલા ઉમેદવાર પૂર્વ વોટર અને સુઅરેજ કમિટીના ચેરમેનને પીવાના પાણીની ફરિયાદ કરાઈ હતી ભાંજવાળાનીન અંદર આવેલી શિવશક્તિનગર અને તેની આસરાસની સોસાયટીની મહિલાઓએ જણાવ્યું કે, અમારી સોસાયટીમાં પાણીની લાઇનો નાખવામાં આવી છે. જોકે, પાણી નથી આવતું. મ્યુનિ.ને પાણીનો વેરો ભરીએ છીએ. પૂર્વ વોટર અને સુઅરેજ કમિટીના ચેરમેન દિલીપ બગરિયાને પણ પાણી અંગેની ફરિયાદ કરી હતી. તેમના કાર્યકાળમાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યો.
    Click here to Read More
    Previous Article
    ગરમીનો પારો 39.4 ડિગ્રીને પાર:તાપમાન ઘટ્યું છતાં 34 કિલોમીટરની ઝડપે વંટોળિયાથી શહેરમાં ગરમી વધી
    Next Article
    મંડે પોઝિટિવ:ભાવનગરમાં સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમથી વીજળીના ઉપયોગ વગર ગંદાપાણીનો થઇ રહ્યો છે નિકાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment