Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમીનો પારો 39.4 ડિગ્રીને પાર:તાપમાન ઘટ્યું છતાં 34 કિલોમીટરની ઝડપે વંટોળિયાથી શહેરમાં ગરમી વધી

    17 hours ago

    ભાવનગર શહેરમાં ગરમીનો પારો 39.4 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. જોકે આખો બપોર હવામાં ભેજનું પ્રમાણ 55 ટકા અને સાથે 22 કિલોમીટરથી 34 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફુંકાતો રહેતા ભાવેણાવાસીઓને આજે તાપમાન થોડું ઘટ્યું પણ ગરમીમાં કોઇ રાહત મળી ન હતી. આજે પણ દક્ષિણ-પશ્ચિમના ભેજવાળા પવનોથી ગરમીનો પારો 39.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 1.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 39.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. આથી મોડી સાંજે 34 કિલોમીટરની ઝડપે ભેજવાળા પવનને લીધે ગરમીમાં થોડી રાહત મળી હતી. જો કે બપોરના સમયે તો અસહ્ય બફારો આજે પણ યથાવત રહ્યો હતો. શહેરમાં 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 26.8 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 1.4 ડિગ્રી ઘટીને 25.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા હતુ જે સાંજે ઘટીને 55 ટકા રહ્યું હતુ. ભેજ વધુ રહેતો હોય બપોરે બફારો વધ્યો છે જો કે સાંજે ભેજવાળા પવનથી ગરમીનું પ્રમાણ થોડું ઘટે છે. આજે સવારે પવનની ઝડપ 22 કિલોમીટર હતી તે સાંજે વધીને 34 કિલોમીટર થઇ જતા પવનના સૂસવાટા મોડી રાત સુધી ફૂંકાયા હતા. ઉનાળાની ગરમીમાં મુખ્ય ગણાતા મે માસમાં પહેલા જ દિવસે સિઝનનું સર્વાધિક 42.5 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ બે દિવસથી તાપમાન ઘટી રહ્યું છે. મોડી સાંજે સતત ફૂંકાયેલા ભેજયુક્ત વૈશાખી વાયરાથી ગરમીમાં થયેલો ઘટાડો શહેરમાં મહત્તમ તાપમાન 24 કલાકમાં 1.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 39.4 ડિગ્રી થઇ ગયું ગરમીમાં સતત ઘટાડો તારીખ - બપોરે તાપમાન 3 મે - 39.4 ડિગ્રી સેન્ટીગ્રેડ 2 મે - 40.8 ડિગ્રી સેન્ટીગ્રેડ 1 મે - 42.5 ડિગ્રી સેન્ટીગ્રેડ
    Click here to Read More
    Previous Article
    ‘PEN’ના ચાકડા પર નવા ઘાટ ઘડાશે:પ્રજાપતિ સમાજના ઉદ્યમ સાહસિકો એક મંચ પર આવ્યા
    Next Article
    પ્રજાનો અવાજ:સૌથી નાના વેજલપુર વોર્ડમાં સમસ્યાઓની હારમાળા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment