Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘PEN’ના ચાકડા પર નવા ઘાટ ઘડાશે:પ્રજાપતિ સમાજના ઉદ્યમ સાહસિકો એક મંચ પર આવ્યા

    15 hours ago

    પ્રજાપતિ સમાજના નાના વેપારીઓ માટે હવે બિઝનેસમાં વૃદ્ધિ કરવી લાંબી પ્રક્રિયા નથી રહી. PEN (પ્રોફેશનલ એન્ટરપ્રેન્યોર નેટવર્ક) નામનું સંગઠન તેમને માત્ર 2 મહિનામાં મોટા વેપારીઓ સાથે સંકલન કરાવી તેમના વ્યવસાયને નવી ઊંચાઈએ પહોંચાડવાનું કામ કરી રહ્યું છે. સામાન્ય રીતે એક નાના વેપારીને પોતાનો વ્યવસાય મજબૂત બનાવવામાં 2 વર્ષ જેટલો સમય લાગી જાય છે. પરંતુ PEN સાથે જોડાયેલા વેપારીઓ માટે આ સમયગાળો ઘટીને માત્ર 2 મહિના જેટલો થઈ રહ્યો છે. સંગઠનના અગ્રણી રાકેશ પ્રજાપતિ તથા મીતેશ પ્રજાપતિના જણાવ્યા અનુસાર હાલમાં અમદાવાદ, મેહસાણા અને સુરતમાં આ સંગઠન સફળતાપૂર્વક કાર્યરત છે, જ્યાં 300થી વધુ વેપારીઓ જોડાઈ ચૂક્યા છે. તાજેતરમાં યોજાયેલી મિટિંગમાં 80થી વધુ વેપારીઓ હાજર રહ્યા હતા અને 30 જેટલા નવા સભ્યો જોડાયા હતા. અહીં વેપારીઓએ પોતાના બિઝનેસ પ્રેઝન્ટેશન આપીને એકબીજાને રેફરન્સ શેર કર્યા. યુવા આંત્રપ્રેન્યોરર્સ માટે મેન્ટરશિપ મોડલથી શરૂઆત કરવામાં આવશે જે યુવાનો નવો બિઝનેસ શરૂ કરે છે, તેમને PENમાં રહેલા સમાજના એવા સિનિયર વેપારીઓ સાથે જોડાય છે. આ અનુભવી વેપારીઓ યુવાનોને બિઝનેસમાં આવતી શરૂઆતની મુશ્કેલીઓ અને તેના નિવારણ માટે માર્ગદર્શન આપવામાં આવશે. ‘2 વર્ષથી 2 મહિના’ સુધી કેવી રીતે શક્ય બનશે વ્યવસાય PEN સંગઠનનો મૂળ આધાર નેટવર્કિંગ અને રેફરન્સ સિસ્ટમ” છે. સામાન્ય રીતે વેપારીઓને માર્કેટમાં ઓળખ બનાવવા વર્ષો લાગી જાય છે, પરંતુ અહીં જોડાતા જ તેઓને મોટા વેપારીઓ સાથે સીધું કનેક્શન મળે છે.
    Click here to Read More
    Previous Article
    માન્યતા રદ કરવા સુધીની સજા થઇ શકે:વેકેશનમાં શાળાઓમાં શિક્ષણ બંધ રાખવા આદેશ
    Next Article
    ગરમીનો પારો 39.4 ડિગ્રીને પાર:તાપમાન ઘટ્યું છતાં 34 કિલોમીટરની ઝડપે વંટોળિયાથી શહેરમાં ગરમી વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment