Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માન્યતા રદ કરવા સુધીની સજા થઇ શકે:વેકેશનમાં શાળાઓમાં શિક્ષણ બંધ રાખવા આદેશ

    15 hours ago

    આવતી કાલ તા.4 મેને સોમવારથી શરુ થતા 35 દિવસીય ઉનાળુ વેકેશન દરમિયાન જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનું રહેશે તેમ ભાવનગરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તમામ શાળાઓને આદેશ કરાયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા શૈક્ષણિક વર્ષ 2025-26ના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર મુજબ તા. 4 મે 2026 થી તા. 7 જૂન 2026 સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લામાં આવેલી સરકારી, અનુદાનિત તેમજ બિનઅનુદાનિત તમામ શાળાઓમાં શિક્ષણ સંબંધિત કામગીરી બંધ રહેશે.બોર્ડની પરીક્ષાઓની તૈયારીના નામે ચાલતી સ્કૂલોની માન્યતા રદ થવા સુધીની સજા થઇ શકે છે. જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયાએ ચેતવણી આપી છે કે આ સૂચનાનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ તથા નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. આથી તમામ શાળાઓને આ આદેશનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે અને વેકેશન દરમિયાન કોઈપણ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિ ન રાખવા સૂચવાયું છે. માન્યતા રદ કરવા સુધીની સજા થઇ શકે દરેક જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારની શાળાઓમાં આકસ્મિક તપાસ કરે. જે શાળાઓ પરિપત્રનો ભંગ કરશે તેમની માન્યતા રદ કરવા અથવા ભારે દંડ વસૂલવા સુધીના પગલાં લેવામાં આવી શકે છે.ઉલ્લેખનીય છે કે, જો કોઇ આ નિયમનો ભંગ કરતી પકડાય તો પહેલા કારણદર્શક નોટિસ આપવામાં આવે છે. અને યોગ્ય ખુલાસો ન અપાય તો પ્રથમ વખતની ભૂલ માટે રૂ. 10થી 15 હજારનો દંડ થઇ શકે છે. શું કામ આદેશ કરાયો ? શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું છે કે, કેટલીક શાળાઓ આગામી બોર્ડની પરીક્ષાઓના બહાને ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે વેકેશનમાં પણ વધારાના ક્લાસ ચલાવી રહી છે. આ મુદ્દે શિક્ષણ વિભાગની ચાંપતી નજર રહેશે. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આરામ માટે વેકેશન અનિવાર્ય હોવા છતાં, શાળાઓ દ્વારા આ પ્રવૃત્તિ ચાલુ રખાતા વિભાગે નારાજગી વ્યક્ત કરી છે.આજથી રાજ્યની તમામ શાળાઓમાં વેકેશનનો અમલ કરવાનો રહેશે. કોઈપણ પ્રકારનું પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય કરી શકાશે નહીં.
    Click here to Read More
    Previous Article
    આજે જે હારશે તે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાશે:IPLમાં આજે મુંબઈ vs લખનઉ મેચ, પ્લેઑફમાં ટકી રહેવાની બન્ને પાસે આ છેલ્લી તક
    Next Article
    ‘PEN’ના ચાકડા પર નવા ઘાટ ઘડાશે:પ્રજાપતિ સમાજના ઉદ્યમ સાહસિકો એક મંચ પર આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment