Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુલાકાતીઓમાં રોષ:વ્યારામાં જળ વાટિકા તળાવના વોક-વે પર ગંદકીનું સામ્રાજ્ય

    5 days ago

    વ્યારા નગરની વચ્ચે આવેલ જળ વાટિકા તળાવને શહેરનું આકર્ષણ માનવામાં આવે છે, પરંતુ હાલ અહીંની પરિસ્થિતિ નગરજનો અને સહેલાણીઓ માટે ચિંતાજનક બની ગઈ છે. આ તળાવની ફરતે બનાવવામાં આવેલી વોકિંગ વે પર છેલ્લા કેટલાક સમયથી સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે જગ્યાએ જગ્યાએ કચરાના ઢગલા એકત્ર થઈ ગયા છે. વ્યારા ના મુખ્ય તળાવ ના ફરતે. સવાર-સાંજ વોકિંગ માટે આવતા લોકો અને પરિવાર સાથે ફરવા આવતા સહેલાણીઓએ આ ગંદકી અંગે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. વોકિંગ વે પર પ્લાસ્ટિકના કચરા, ખાવા-પીવાના અવશેષો અને અન્ય ગંદકીના કારણે લોકો માટે ચાલવું મુશ્કેલ બન્યું છે. ઠેર ઠેર કચરા પેટીઓ પણ ભરેલી જ જોવા મળે છે.કેટલાક વિસ્તારોમાં દુર્ગંધ ફેલાતી હોવાથી આરોગ્ય પર પણ અસર થવાની ભીતિ ઊભી થઈ છે.નગરજનોનું કહેવું છે કે જળ વાટિકા જેવા મહત્વના જાહેર સ્થળે નિયમિત સફાઈ થવી જરૂરી છે, પરંતુ તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. અનેક વખત રજૂઆત છતાં સ્થિતિ યથાવત રહેતાં લોકોમાં રોષ ફેલાયો છે. આ અંગે સ્થાનિકોએ તાત્કાલિક પગલાં લેવા, નિયમિત સફાઈની વ્યવસ્થા ઉભી કરવા અને કચરો ફેંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. જો સમયસર સુધારા ન કરવામાં આવે તો આ સુંદર સ્થળની છબી ખરાબ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.નવા ચૂંટાયેલા સભ્યો દ્વારા આ બાબતે તાકીદે યોગ્ય પગલા ભરે એવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    કૌભાંડ ઝડપાયું:ઈ-ચલણના નામે છેતરપિંડી કરી તે પૈસાથી ક્રેડિટ કાર્ડ બિલ ભરવાનું કૌભાંડ પકડાયું
    Next Article
    શું કચેરી માત્ર 3 કર્મચારીઓના ભરોસે ચાલશે?:આરટીઓના 69માંથી 66 ક્લાર્ક વસતી ગણતરીમાં જશે, કામ ઠપ થવાની ભીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment