Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૌભાંડ ઝડપાયું:ઈ-ચલણના નામે છેતરપિંડી કરી તે પૈસાથી ક્રેડિટ કાર્ડ બિલ ભરવાનું કૌભાંડ પકડાયું

    5 days ago

    આરટીઓ ઈ ચલણના નામે એપીકે ફાઈલ મોકલીને ફોન હેક કરીને રૂ.31.42 લાખ પડાવી લેનારા સૂરતના આરોપીની સાઈબર ક્રાઈમે ધરપકડ કરી હતી. આરોપી તેના ક્રેડિટ કાર્ડ મિત્રો અને પરિચિતોને 10 ટકા કમિશનથી વાપરવા માટે આપતો હતો. જ્યારે તે ક્રિડેટ કાર્ડના બીલ આરોપી છેતરપીંડીના પૈસાથી ભરતો હતો. જ્યારે મિત્ર પાસેથી કાર્ડના બીલના પૈસા ઓનલાઈન અથવા તો રોકડા લઈ લેતો હતો. ચાલુ વર્ષની શરુઆતમાં જ એક વ્યકિતને આરટીઓ ઈ ચલણના નામે એપીકે ફાઈલ આવી હતી. જો કે આરટીઓનું ચલણ હોવાનું માનીને તેમણે ફાઈલ ડાઉન લોડ કરીને ઓપન કરતાની સાથે જ તેમના એકાઉન્ટમાંથી જુદા જુદા ટ્રાન્જેકશનથી રૂ.31.42 લાખ ઉપડી ગયા હતા. આ અંગે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પીઆઈ એ.ડી.ચાવડાની ટીમે તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે છેતરપીંડીના આ પૈસામાંથી ક્રેડિટ કાર્ડનું રૂ.5 લાખનું બિલ ભરવામાં આવ્યુ હતુ. જેના આધારે પોલીસે કાર્ડ હોલ્ડરની તપાસ કરતા સૂરતના ઘનશ્યામ ભૂપતભાઈ બારૈયા(29)ની ધરપકડ કરી હતી. 3 માસમાં ક્રેડિટ કાર્ડના 28 લાખનાં બિલ ભર્યાં હતાં ઘનશ્યામની પ્રાથમિક પૂછપરછમાં જ પોલીસને જાણવા મળ્યું હતુ કે તેણે 3 મહિનામાં તેના નામના 5 ક્રેડિટ કાર્ડના રૂ.28 લાખના બીલ ભર્યા હતા. જો કે આ 28 લાખ રૂપિયામાંથી કોણે ક્યાંથી કઈ વસ્તુઓ ખરીદી હતી. તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. જેના માટે પોલીસે બેંક પાસેથી ક્રેડિટ કાર્ડના બીલના ટ્રાન્જેકશનની માહિતી મંગાવી છે. પોલીસનું કહેવુ છે કે આ પૈસામાંથી જે બિલ ભરવામાં આવ્યા હતા. તેમાંથી મોટા ભાગે એસી, ફ્રીઝ, ટીવી, મોબાઈલ ફોન, લેપટોપ, આઈપેડ જેવી વસ્તુઓ ખરીદી હતી.
    Click here to Read More
    Previous Article
    લિકર પરમિટ:લિકર પરમિટની 500 અરજીઓ પેન્ડિંગ, સપ્તાહમાં 4 દિવસ કામગીરીનું આયોજન
    Next Article
    મુલાકાતીઓમાં રોષ:વ્યારામાં જળ વાટિકા તળાવના વોક-વે પર ગંદકીનું સામ્રાજ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment