Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું કચેરી માત્ર 3 કર્મચારીઓના ભરોસે ચાલશે?:આરટીઓના 69માંથી 66 ક્લાર્ક વસતી ગણતરીમાં જશે, કામ ઠપ થવાની ભીતિ

    5 days ago

    અમદાવાદ આરટીઓમાં આગામી દિવસોમાં કામગીરી સંપૂર્ણપણે ખોરવાય તેવી ભીતિ ઊભી થઈ છે. જિલ્લા વહીવટી તંત્રે વસતી ગણતરીની કામગીરી માટે આરટીઓના 95 ટકા ક્લેરિકલ સ્ટાફને ઓર્ડર કરી દીધા છે. કચેરીમાં કુલ 69 ક્લાર્કમાંથી 66 કર્મચારીઓ ફિલ્ડમાં જશે, જ્યારે કચેરી ચલાવવા માટે માત્ર 3 જ ક્લાર્ક હાજર રહેશે. અમદાવાદ આરટીઓમાં ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક માટે 122 મંજૂર મહેકમ છે. જોકે કચેરીમાં હાલ 53 કર્મચારીઓની ઘટ છે, તેમાં પણ વસતી ગણતરી માટે સ્ટાફ ફાળવ્યો હોવાના આ નવા આદેશથી આગામી દિવસોમાં કામકાજ ઠપ થવાની ભીતિ છે. વસતી ગણતરી માટે આરટીઓનો સ્ટાફ જશે તો ખાસ તો લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ રિશિડ્યુઅલ થઈ શકે છે. આ સિવાય આરસી બુક, ડેટા એન્ટ્રી, નવી પરમિટ, રિન્યુઅલ પ્રક્રિયા જેવી કામગીરી ખોરવાઈ શકે છે. આરટીઓમાં રોજ અલગ અલગ કામ માટે 1 હજારથી વધુ અરજદારો આવે છે. અવારનવાર સર્વર ધીમું હોવાથી કામગીરી ધીમી આરટીઓમાં અવારનવાર સર્વર ધીમું કે ઠપ હોવાથી વારંવાર કામગીરી ઠપ થઈ જાય છે અને અરજદારોને ધક્કો ખાવો પડે છે. નવી પરમિટ, રિન્યુઅલ પ્રક્રિયા પણ ખોરવાઈ શકે આ 6 સુવિધા સંપૂર્ણપણે અટકી શકે તેમ છે 1961માં 2 હજારના સ્ટાફે ગણતરી કરી હતી, આ વખતે 10 ગણો સ્ટાફ 2026-27માં અમદાવાદમાં શિક્ષકો, કોર્પોરેશનના ક્લાર્ક, તલાટી, આંગણવાડી કાર્યકર સહિત વિવિધ સરકારી વિભાગના અંદાજે 20 હજાર કર્મચારી કે અન્ય સ્ટાફ વસ્તી ગણતરીની પ્રક્રિયામાં જોડાવાનો છે. 1961માં જ્યારે અમદાવાદમાં વસતી ગણતરી થઈ ત્યારે માત્ર 2 હજારના સ્ટાફે આ પ્રક્રિયા પૂરી કરી હતી. ત્યારે શહેરની વસતી 12 લાખ હતી. આ વખતે ગુજરાતમાં સરકારી વિભાગના 1.70 લાખ કર્મચારી-અધિકારી વસતી ગણતરીની પ્રક્રિયા સામેલ થશે. ડ્રાઇવિંગ ટેસ્ટ એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરવામાં આવશે સ્ટાફ ઓછો હોવાથી કામમાં સમય લાગશે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે જેમની અપોઇન્ટમેન્ટ છે તેને રિશિડ્યુલ કરાશે અને સ્ટાફની હાજરી મુજબ ગોઠવણ કરાશે. - નીરવ બક્ષી, ઇન્ચાર્જ RTO, અમદાવાદ
    Click here to Read More
    Previous Article
    મુલાકાતીઓમાં રોષ:વ્યારામાં જળ વાટિકા તળાવના વોક-વે પર ગંદકીનું સામ્રાજ્ય
    Next Article
    મંડે પોઝિટીવ:પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા દર મહિને ટાર્ગેટ, સૌથી વધુ પોઇન્ટ મેળવનારને એવોર્ડ, અત્યાર સુધીમાં 13 હજાર લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment