Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:આખરે પોરબંદરની હોસ્પિટલમાં ઓર્થોસ્કોપી સ્પેશિયાલીસ્ટ ડોકટરની સેવા ઉપલબ્ધ થશે

    2 days ago

    પોરબંદરની જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં હવે ઓર્થોસ્કોપી સ્પેશિયાલીસ્ટ ડોકટરની નિમણૂક કરાતા સેવા ઉપલબ્ધ થશે.ત્યારે આ ડોકટર દ્વારા ઘૂંટણની સમસ્યાઓ, ખભાની સમસ્યાઓ અને સાંધાની સમસ્યાઓની આધુનિક ઓર્થોસ્કોપી ઓપરેશન પણ કરવામાં આવશે. અગાઉ આ ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલ તેમજ અન્ય શહેરમાં જવાની ફરજ પડતી હતી. પોરબંદરમાં જી.એમ. ઇ.આર.એસ.મેડિકલ કોલેજનો પ્રારંભ થતાની સાથે જ ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં આવેલ વિભાગોમાં નિષ્ણાંત ડોકટરોની નિમણૂક કરવામાં આવી છે જેથી હોસ્પિટલમાં ઓપીડી,ઓપરેશન તેમજ વૉર્ડમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના એમ.એસ.ડો.ગૌરવ ભંભાણીના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલના અલગ અલગ વિભાગોમાં નિષ્ણાંત ડોકટરોની પણ નિમણૂક કરવામાં આવી રહી છે.હોસ્પિટલમાં ઓર્થોસ્કોપી સ્પેશિયાલીસ્ટ ડોકટર મહેન્દ્ર ઓડેદરાની નિમણૂક કરવામાં આવી છે. આ ડોકટર દ્વારા ઘૂંટણની સમસ્યાઓ, ખભાની સમસ્યાઓ અને અન્ય સાંધાની સમસ્યાઓની આધુનિક ઓર્થોસ્કોપી ઓપરેશન મહિનાના દર બુધવારે તા. 06/05/2026 થી બપોરે 3 થી 6 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. આથી ઉપરોક્ત રોગ માટેની સારવાર માટે આગાઉથી જણાવેલ વિભાગમાં નોંધણી કરાવાની રહેશે. અગાઉ ઘૂંટણની સમસ્યાઓ, ખભાની સમસ્યાઓ અને સાંધાની સમસ્યાઓની આધુનિક ઓર્થોસ્કોપી ઓપરેશન પણ કરવામાં આવશે.અગાઉ આ ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલ તેમજ અન્ય શહેરમાં જવાની ફરજ પડતી હતી. અગાઉ અન્ય વિભાગમાં પણ સ્પેશીયલીસ્ટની નિમણૂંક થઈ હતી ભાવસિંહજી હોસ્પિટલમાં અગાઉ મૂત્ર માર્ગના રોગો, પ્રોસ્ટેટની સમસ્યા, મૂત્રાશય જેવા રોગ માટેના યુરોસર્જન ડો. મિત જાગાણી કે જે લમહિનામાં પ્રથમ અને ત્રીજા ગુરુવાર બપોરે 2 થી 5 વાગ્યા સુધી, જનરલ સર્જરી ઓ.પી.ડીમાં ઉપલબ્ધ છે. તેમજ કીડની તેમજ શરીરના સોજા, યુરીનમાં પ્રોટીનની તકલીફ, યુરીનમાં ઇન્ફેક્શન, ડાયાલિસીસ જેવા રોગ માટેના નેફ્રોલોજીસ્ટ ડો. હિતાર્થ અપારનાથી-સ્પેશીયાલીસ્ટ જે મહિનામાં પ્રથમ અને ત્રીજા શનિવાર, સવારે 10 થી 1 વાગ્યા સુધી, જનરલ મેડીસીન ઓ.પી.ડીમાં ઉપલબ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    મુસાફરો, ડ્રાઇવર, કંડક્ટરોને ORS અપાયું‎:ગરમીને લઈને પોરબંદરનાં એસટી ડેપોમાં ORS પેકેટનું વિતરણ
    Next Article
    પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત:ખાનગી સ્કૂલોમાં RTE યોજના હેઠળ ધનિક પરિવારના બાળકોને પ્રવેશ ન આપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment