Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવા પહેલ:મોરબીમાં RTE પ્રવેશ માટે યંગ ઇન્ડિયા ગ્રૂપની મફત માર્ગદર્શન સેવા, શિક્ષણ માટે સુવિધા ઉપલબ્ધ

    11 hours ago

    વર્ષ 2026-27 માટે ગુજરાત સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અધિનિયમ હેઠળ ધોરણ-1 માં ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ છે. આ પ્રકિયામાં નીરીક્ષર કે ટેકનોલોજીથી જાણકાર ન હોય તેવા ગરીબ પરિવારના બાળકોના ઓનલાઈન ફોર્મ ભરાઈ શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રૂપ-મોરબી દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. આર.ટી.ઈ. યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવવાની ઉત્તમ તક મળે છે. આ સાથે જ યુનિફોર્મ, પુસ્તકો અને સ્કૂલબેગ જેવા ખર્ચનો ભાર હળવો કરવા માટે સરકાર દ્વારા સહાયરૂપ રકમ સીધી બાળકના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ લાભ મેળવવા ઈચ્છતા વાલીઓએ ફોર્મ ભરવા માટે જરૂરી અસલ દસ્તાવેજો સાથે લઈને આવવું ફરજિયાત છે. જેમાં વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો, જન્મનો દાખલો, વિદ્યાર્થી અને વાલીનું આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, લાઈટબીલ અથવા રેશન કાર્ડ), વાલીનું જાતિ પ્રમાણપત્ર, મામલતદાર દ્વારા કઢાવેલો આવકનો દાખલો (રૂ.6 લાખ સુધીની મર્યાદામાં), પાન કાર્ડ, આવક અંગેનું એકરારનામું, ચૂંટણી કાર્ડ અને બેંક ખાતાની પાસબુક (બાળક અથવા વાલીની) નો સમાવેશ થાય છે. વિશેષ કેટેગરીમાં આવતા લોકોએ સરકારની અગ્રીમતા મુજબ વધારાના દસ્તાવેજો લાવવાના રહેશે. વાલીઓ માટે ફોર્મ ભરવાની કામગીરી 04 એપ્રિલ 2026 થી 17 એપ્રિલ 2026 સુધી ચાલશે. ફોર્મ ભરાવવા માટે વાલીઓએ ડી.આર. સિક્યોરિટી, લવકુશ કોમ્પલેક્ષ, બેલ પિયાટોઝની બાજુમાં, રવાપર રોડ, મોરબી ખાતે રાત્રે 8:30 થી 10:30 કલાક દરમિયાન સંપર્ક કરવાનો રહેશે. રૂબરૂ આવતા પહેલા દિલીપ દલસાણીયાનો તેમના મોબાઈલ નંબર 8000827577 પર કોલ કરીને સમય મેળવી લેવો ફરજિયાત છે. શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે અને કોઈપણ પરિસ્થિતિ તેને અટકાવી શકતી નથી. યંગ ઇન્ડિયા ગ્રૂપ હંમેશાં સમાજના છેલ્લા માણસ સુધી તક પહોંચાડવાના સંકલ્પ સાથે કાર્યરત છે. આર.ટી.ઈ. માત્ર સરકારની યોજના નથી, પરંતુ સમાજને આગળ વધારવાનો એક મજબૂત આધાર છે. આવો, દરેક જરૂરિયાતમંદ બાળકને શિક્ષણનો અધિકાર અપાવીએ. યંગ ઇન્ડિયા ગ્રૂપની આ સેવાકીય પહેલ શિક્ષણ ક્ષેત્રે સમાનતા સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમ યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્થાપક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જીવલેણ બેદરકારી:માળિયામાં જર્જરિત સ્કૂલમાં ભણતર 100 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં
    Next Article
    સેન્સ પ્રકિયા તેજ:મોરબી જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા આજથી શરૂ, ત્રણ દિવસનું સમયપત્રક જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment