Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ:પત્ની સાથે ઝગડો થતા યુવાને ગળેફાંસો ખાઈ લેતા સારવાર હેઠળ ખસેડાયો

    13 hours ago

    રાણાવાવ શહેરમાં રહેતા એક યુવાન અને તેમની પત્ની વચ્ચે દારૂ પીવા બાબતે ઝગડો થયો હતો ત્યારે આ ઝગડા બાદ યુવાને તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ ઘટના બાદ પરિવારના સભ્યોએ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનાની મળતી વિગતો અનુસાર રાણાવાવ જુના બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અનવર ઈબહિમ કાદરી (ઉ.37) નામના યુવાનને દારૂ પીવા બાબતે તેમની પત્ની સાથે ઝગડો થયો હતો. આ ઝગડા બાદ યુવાનને મનમાં લાગી આવતા તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા યુવકને પ્રથમ રાણાવાવની સરકારી હોસ્પિટલમાં તેમજ વધુ સારવાર અર્થે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકને ડોક્ટરે દારૂ પીવાની ના પાડી હોવાથી પત્નીએ ઝગડો કર્યો હતો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અનવર ઈબહિમ કાદરીને દારૂ પીવાથી અગાઉ ગંભીર બીમારી થઈ હતી જે સારવાર દરમ્યાન દૂર થયા બાદ ડોક્ટરે યુવકને દારૂ પીવાની ના પાડી હતી તેમછતાં યુવક દારૂ પીતો હોવાથી પત્નીએ દારૂ પીવાની ના પાડતા ઝગડો થયો હતો.
    Click here to Read More
    Previous Article
    યુવકે જીવાદોરી કાપી:બીમારીથી કંટાળી યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત
    Next Article
    મુસાફરો, ડ્રાઇવર, કંડક્ટરોને ORS અપાયું‎:ગરમીને લઈને પોરબંદરનાં એસટી ડેપોમાં ORS પેકેટનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment