Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકે જીવાદોરી કાપી:બીમારીથી કંટાળી યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત

    12 hours ago

    પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા એક યુવકે બીમારીથી કંટાળી તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો.આ યુવાકના આપઘાત બાદ તેમના મૃતદેહ પી.એમ.માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લામાં સમયાંતરે આપઘાતના બનાવો સામે આવતા હોય છે રવિવારે પણ શહેરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા હાર્દિક જેન્તીભાઈ મકવાણા(ઉ 33)નામના યુવાનને તેમના ઘરે કપડાં વડે ગળેફાંસો આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ મૃતક યુવકના મૃતદેહ પી.એમ.માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના બાદ પોલીસે પણ પરિવારજનોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ યુવકને છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતો હોય અને આ બીમારીની સારવાર પણ ચાલુ હોવાછતાં સારું ન થતા આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો દ્વારા જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગામ ગામની વાત:પોરબંદર નજીકનાં બરડા ડુંગર નીચે કુદરતી સાનિધ્યમાં આવેલ નાગકા ગામ એટલે જિલ્લાનું રળીયામળુ ગામ
    Next Article
    યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ:પત્ની સાથે ઝગડો થતા યુવાને ગળેફાંસો ખાઈ લેતા સારવાર હેઠળ ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment