Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામ ગામની વાત:પોરબંદર નજીકનાં બરડા ડુંગર નીચે કુદરતી સાનિધ્યમાં આવેલ નાગકા ગામ એટલે જિલ્લાનું રળીયામળુ ગામ

    11 hours ago

    પોરબંદરના બરડા ડુંગર નીચે નાગકા ગામ આવેલ છે. કુદરતી સૌંદર્યથી આ ગામ રળિયામણું બન્યું છે. ચોમાસામાં બરડા ડુંગર માંથી ઉપરવાસનું પાણી ગામમાં આવે છે ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. આ ગામ સૌથી છેલ્લું ગામ છે અને આ ગામ બાદ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાની હદ શરૂ થાય છે. રાણાવાવ વિસ્તાર માંથી 4 ભાઈ આ ગામમાં આવ્યા હતા. 4 ભાઈનો વિસ્તાર હતો. ઉલ્લેખનીય છે કે, આ ગામની દીકરી અહીં સતી બની હતી અને પુંજાભગતે સૂકા વડલાને વચન આપી લીલો કર્યો હતો. આ ગામમાં સતી આઈ માતાનું મંદિર અને પુંજાભગત નું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. અહીં લોકો માનતા ઉતારવા આવે છે.ગામમાં રામદેવપીરનું મંદિર છે અને ગામમાં શ્રીમાં રામદેવ અર્જુન આશ્રમ આવેલ છે જ્યાં જાત્રાળુઓ નિકળે તેને માટે રહેવાની સુવિધા આપવામાં આવે છે. આ આશ્રમ ખાતે નાના મોટા પ્રસંગો કરવામાં આવે છે. ગામનું નામ નાગદેવ પરથી નાગકા પડ્યું હોય અથવા ગામમાં આવેલ નાળિયેરી પગથિયાં વાળી વાવ જે 15-16મી સદીની છે તેના પરથી આ ગામનું નામ પડ્યું હોવાનું લોકો માને છે. ઝાંપા પહેલા નાળિયેરી વાવ આવેલ છે અને ત્યાંથી ગામ શરૂ થાય છે. સ્થાનિક વિજય ભીમાભાઇ ઓડેદરાએ જણાવ્યું હતુકે, ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામના લોકો હળીમળીને રહે છે અને દરેક તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરે છે. ગામમાં શું સુવિધા છે ? નાગકા ગામમાં રોડ સીસી રોડથી અને શેરીઓ પેવર બ્લોકથી મઢેલ છે. ગામમાં સ્ટ્રીટલાઇટો છે, આ ગામમાં બેન્કની સુવિધા છે તેમજ આંગણવાડી અને માધ્યમિક હાઈસ્કુલ આવેલ છે. ગામમાં પીવાના પાણીની સુવિધા છે. પ્રાથમિક સુવિધા સભર ગામમાં હજુ વિકાસ કરવામાં આવશે. > અરજણભાઇ કેશવભાઈ રાણાવાયા, સરપંચ, નાગકા ગામ
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી:મોપેડ પાછળ બેઠેલા વૃદ્ધ પડી જતા ટ્રાફિક પોલીસ મદદે આવી
    Next Article
    યુવકે જીવાદોરી કાપી:બીમારીથી કંટાળી યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment