Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી:મોપેડ પાછળ બેઠેલા વૃદ્ધ પડી જતા ટ્રાફિક પોલીસ મદદે આવી

    10 hours ago

    પોરબંદરના બંગડી બજારમાં એક મોપેડ પાછળ બેઠેલા એક વૃદ્ધ મહિલા કોઈ કારણોસર મોપેડ પરથી પડી જતા અહીં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ મદદે આવી હતી અને ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા મદદ કરી હતી. ટ્રાફિક પોલીસના એ.એસ.આઈ.ભાવનાબેન સોલંકી તથા ટ્રાફિક બ્રિગેડ જલ્પાબેન ‌મકવાણા પોતાની ફરજ પર બંગડી બજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક એકટીવા ચાલક બેન પોતાના દાદીમાને એકટીવા પાછળ બેસાડી નીકળેલ તે દરમ્યાન દાદીમા કોઈ કારણોસર એકટીવા પરથી નીચે પડી જતાં માથાના પાછળના ભાગે ઈજા થતાં લોહી નીકળતું હોય જેથી એ.એસ.આઈ ભાવનાબેન તથા ટ્રાફિક બ્રિગેડ જલ્પાબેનએ તાત્કાલિક રીક્ષાની વ્યવસ્થા તેમજ જરૂરી મદદ કરી તેમની પૌત્રી સાથે હોસ્પિટલ મોકલી આપી પોતાની ફરજ સાથે એક માનવતા સભર કાર્ય કરેલ હતું. પોલીસ વિભાગ દ્રારા ફરજ દરમ્યાન માનવતા સભર કાર્ય કરી ફરી એકવાર જનસેવાનું ઉતમ ઉદાહરણ પુરું પાડવામાં આવ્યું છે.મુશ્કેલીમાં મૂકાયેલા નાગરિકને સમયસર સહાય પહોંચાડી પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજ સાથે માનવતાની ભાવનાનું પણ ઉતમ પ્રદર્શન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રવિવારે મહત્તમ 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું‎:ગાંધી હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દી માટે 6 બેડની વ્યવસ્થા કરાઇ
    Next Article
    ગામ ગામની વાત:પોરબંદર નજીકનાં બરડા ડુંગર નીચે કુદરતી સાનિધ્યમાં આવેલ નાગકા ગામ એટલે જિલ્લાનું રળીયામળુ ગામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment