Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારે મહત્તમ 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું‎:ગાંધી હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દી માટે 6 બેડની વ્યવસ્થા કરાઇ

    9 hours ago

    સુરેન્દ્રનગર હાલ તાપમાનમાં ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું છે. આથી જનજીવન ગરમીની અસર જોવા મળી રહી છે. આ આકરી ગરમી અને હીટ સ્ટ્રોકના જોખમને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સરકારી ગાંધી હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે હીટ સ્ટ્રોક વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં હીટ સ્ટ્રોકના સ્પેશિયલ 6 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીની વાત કરીએ તો તા. 1 મેએ લઘુતમ 28.0 અને મહત્તમ 42.5 ડિગ્રી, તા. 2 મેએ લઘુતમ 27.8 અને 42.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે તા. 3 મેને રવિવારે જિલ્લામાં લઘુતમ 27.5 અને મહત્તમ તાપમાનનો પારો 42.8 ડિગ્રીએ રહ્યો હતો. આ દિવસે 24 કિમીએ પવન ફૂંકાયો હતો અને ભેજનું પ્રમાણ 35 ટકા રહ્યું હતું. ભાસ્કર ફર્સ્ટ પર્સન‎ - અત્યાર સુધીમાં હીટ સ્ટ્રોકનો એકપણ કેસ ધ્યાને આવ્યો નથી હાલની ગરમીને લઇને ઉચ્ચકક્ષાએથી મળેલી સૂચના મુજબ છેલ્લા 4-5 દિવસથી આ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 10 જેટલા કર્મીઓ પણ મૂકાયેલા છે. જોકે, અત્યાર સુધીમાં હીટ સ્ટ્રોકનો એકપણ કેસ ધ્યાને આવ્યો નથી. હાલ આ વોર્ડમાં એકપણ દર્દી દાખલ નથી. { ડો. ચૈતન્યકુમાર પરમાર, સીડીએમઓ, ગાંધી હોસ્પિટલ
    Click here to Read More
    Previous Article
    જિલ્લાની તાલુકા પંચાયતોમાં નારીશક્તિનો હુંકાર:10 તાલુકાની 180 બેઠકમાં 98 મહિલા ઉમેદવારનો વિજય પાટડીમાં સૌથી વધુ 12, લીંબડીમાં 11 મહિલાએ બાજી મારી
    Next Article
    ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી:મોપેડ પાછળ બેઠેલા વૃદ્ધ પડી જતા ટ્રાફિક પોલીસ મદદે આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment