Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લાની તાલુકા પંચાયતોમાં નારીશક્તિનો હુંકાર:10 તાલુકાની 180 બેઠકમાં 98 મહિલા ઉમેદવારનો વિજય પાટડીમાં સૌથી વધુ 12, લીંબડીમાં 11 મહિલાએ બાજી મારી

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં નારીશક્તિનો જબરદસ્ત દબદબો જોવા મળ્યો છે. જિલ્લાના 10 તાલુકાઓની કુલ 180 બેઠકો પર રસાકસીભર્યો જંગ ખેલાયો હતો. જેમાં મતદારોએ પુરૂષ ઉમેદવારો કરતા મહિલા ઉમેદવારો પર વધુ પસંદગીનો કળશ ઢોળ્યો છે. કુલ વિજેતા થયેલા 180 ઉમેદવારોમાંથી 98 બેઠકો પર મહિલાઓએ વિજય પતાકા લહેરાવ્યા હતા. જ્યારે 82 બેઠકો પર પુરૂષ ઉમેદવારો વિજેતા બન્યા હતા. ચૂંટણીના આંકડાકીય વિશ્લેષણ મુજબ, પાટડી તાલુકા પંચાયતમાં સૌથી વધુ નારીશક્તિનું જોર જોવા મળ્યું હતું. અહીં 12 મહિલા ઉમેદવારો સામે 10 પુરૂષો વિજયી થયા હતા. તેવી જ રીતે લીંબડી તાલુકા પંચાયતમાં પણ 11 મહિલાઓએ જીત મેળવી હતી, જેની સામે 7 પુરૂષો સફળ રહ્યા હતા. ધ્રાંગધ્રા અને સાયલામાં મહિલા-પુરૂષો વચ્ચે બરાબરીનો જંગ જોવા મળ્યો હતો, જ્યાં સ્ત્રી અને પુરૂષ બંને પક્ષે 10-10 બેઠકો પર વિજય મેળવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની ચૂંટણીમાં વિજેતા બનેલી મહિલા પ્રતિનિધિઓ સંવેદનશીલતા અને મક્કમતા સાથે લોકોના પ્રશ્નો વાચા આપશે. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણી જેવા પાયાના પ્રશ્નોનું પ્રાથમિકતાથી નિરાકરણ લાવવામાં આવશે. ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાન અને સુરક્ષા માટે તેઓ વહીવટી તંત્ર સાથે મળીને નક્કર પરિણામોલક્ષી કામગીરી કરશે તેવી પણ ગામડાની મહિલાઓમાં આશાઓ જાગી છે. ભાસ્કર ઈનસાઈટ‎ - ગામડાના રાજકારણમાં મહિલાઓનું વધતું વર્ચસ્વ ચુડા, થાન, મૂળી, વઢવાણ, ચોટીલા અને લખતર જેવા તાલુકાઓમાં પણ 9-9 મહિલાએ જીત હાંસલ કરીને પુરૂષોને પછડાટ આપી છે. આ પરિણામો સ્પષ્ટ કરે છે કે હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માત્ર અનામત પૂરતી સીમિત ન રહેતા, સક્રિય રાજકારણમાં પણ પોતાની પકડ મજબૂત બનાવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં પુરુષ ઉમેદવારોએ 83 બેઠક મેળવી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:સે-19 જિમખાના બાબુઓ માટે આરક્ષિત: નાગરિકો માટે પ્રતિબંધ
    Next Article
    રવિવારે મહત્તમ 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું‎:ગાંધી હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દી માટે 6 બેડની વ્યવસ્થા કરાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment