Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાઇબરના ધોકા વડે હુમલો:જાફરાબાદમાં દીકરીને નહીં મોકલવા બાબતે સાસુ પર જમાઈનો હુમલો

    9 hours ago

    જાફરાબાદના ખારવા વાડ વિસ્તારમાં આવેલ શાકમાર્કેટમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જમાઈએ પોતાની સાસુ પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા. જાફરાબા કોળીવાડ વિસ્હીતારમાં રહેતા હિરાબેન ભીખાભાઈ રામજીભાઈ બારૈયા (ઉ.વ.50) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દીકરીના લગ્ન મિતિયાળા ગામે લાલજી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન આ શખ્સ પોતાની પત્નીને હેરાન-પરેશાન કરતો હોવાથી દીકરી જાફરાબાદ ખાતે પોતાના માતા-પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. જેથી તે અવારનવાર પોતાની પત્નીને પરત લેવા માટે આવતો હતો. પરંતુ સાસુ હીરાબેન તરફથી સમાજના આગેવાનો અને પરિવારજનોની હાજરીમાં જ દીકરીને મોકલવાની શરત રાખવામાં આવી હતી. આ બાબતને લઈને તે મનદુઃખ રાખતો હતો. ત્યારે ગઈ કાલે સવારે આશરે 9:00 વાગ્યે ખારવા વાડના શાકમાર્કેટમાં લાલજીએ સાસુ હીરાબેન પર ફાઇબરના ધોકા વડે હુમલો કરી તેને માથાના અને હાથના ભાગોમાં ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મોતિયાના લાલજી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    4 કિમીના માર્ગ માટે 2.10 કરોડ ખર્ચાશે‎:ગાવડકા- ચલાલા અને જાળિયા- સણોસરા માર્ગોનું નવીનીકરણ થશે
    Next Article
    ફરાર આરોપી પોલીસના સકંજામાં:રાજુલાના 6 વર્ષથી અપહરણ કરી ફરાર 10 હજારનો ઈનામી આરોપી સિહોરથી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment