Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક-6 સર્કલથી અક્ષરધામ ચાર રસ્તા સુધીનો રોડ 10મી ઓગસ્ટ બંધ:વાહનવ્યવહાર અને પાર્કિંગ પર પ્રતિબંધ, તિરંગા યાત્રાને પગલે ટ્રાફિક ડાયવર્ઝન

    21 hours ago

    આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર શહેરમાં યોજાનારી 'તિરંગા યાત્રા' રેલીને ધ્યાનમાં રાખીને તંત્રએ ટ્રાફિક નિયમન માટે નિર્ણય લેવાયો છે. રેલી દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને વાહનચાલકોને અગવડ ન પડે તે હેતુથી ગાંધીનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિપુલ ઠક્કર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આજથી 10મી ઓગસ્ટ બંધ સુધી આ રોડ બંધ રહેશો આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, આજ 7 ઓગસ્ટથી શરૂ કરીને તા. 10 ઓગસ્ટના રોજ રાત્રિના 10 કલાક સુધી ક-6 સર્કલથી જ-રોડ અને અક્ષરધામ ચાર રસ્તા સુધીના બંને તરફના રોડ નંબર 6 પર તમામ પ્રકારના સામાન્ય વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર માર્ગને 'નો-એન્ટ્રી' તેમજ 'નો-પાર્કિંગ' ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. લોકો આ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકશે આ સમયગાળા દરમિયાન નાગરિકો અને વાહનચાલકોની સુગમતા માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. જે મુજબ સેક્ટર-26 થી 30, પેથાપુર તથા ચિલોડા તરફ જવા માગતા વાહનચાલકો ક-6 સર્કલથી ડાબી બાજુ વળી ક-7 ત્રણ રસ્તા થઈ જમણી બાજુ વળી રોડ નંબર 7નો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત સેક્ટર-20થી 25, એસ.ટી. ડેપો, સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ તરફ જવા માટે વાહનચાલકો રોડ નંબર 5 પરથી પસાર થઈ શકશે. આ વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ અપાઈ વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ફરજ પરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સ જેવી અતિ આવશ્યક અને કટોકટીની સેવાઓને આ પ્રતિબંધમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર કોઈપણ વાહનચાલક સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ફૂડ વિભાગનું ચેકિંગ: 700 કિલો અખાદ્ય ખોરાકનો નાશ:85 પેઢીઓમાંથી રૂ. 40,500નો દંડ વસૂલ્યો, અસ્વચ્છતા બદલ કાર્યવાહી
    Next Article
    સુરત મહાનગરપાલિકાનો રાત્રિ દરમિયાન સપાટો:2,833 સંસ્થાઓ પર દરોડા પાડી ₹13.61 લાખનો દંડ ફટકાર્યો, 658 કિલો અખાધ્ય ખોરાકનો નાશ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment