Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મહાનગરપાલિકાનો રાત્રિ દરમિયાન સપાટો:2,833 સંસ્થાઓ પર દરોડા પાડી ₹13.61 લાખનો દંડ ફટકાર્યો, 658 કિલો અખાધ્ય ખોરાકનો નાશ કરાયો

    22 hours ago

    સુરત શહેરના જાહેર આરોગ્ય અને પર્યાવરણીય સ્વચ્છતા સાથે ચેડાં કરનારાઓ સામે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મોડી રાત્રે મોટો સપાટો બોલાવ્યો છે. રાત્રિના સમયે જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા તત્વો, વાસી-અખાધ્ય ખાદ્યપદાર્થોનું વેચાણ કરતી હોટેલો-રેસ્ટોરન્ટ્સ અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો વાપરતી સંસ્થાઓ સામે બે દિવસીય મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન મનપાની નાઈટ સ્ક્વોડે કુલ 1525 મિલકતો સામે કાર્યવાહી કરી ₹13.61 લાખનો વહીવટી દંડ વસૂલી કાયદાનો કોરડો વિંઝ્યો છે. રાત્રિના અંધારામાં તમામ ઝોનમાં નાઈટ સ્ક્વોડ ત્રાટકી ગત 6 ઓગસ્ટ, 2026ના રોજ રાત્રિના સમયે મનપાની ફ્લાઈંગ સ્ક્વોડે શહેરના તમામ ઝોનના મુખ્ય વ્યાપારી અને ખાણી-પીણીના હોટસ્પોટ્સ પર એકસાથે દરોડા પાડ્યા હતા. સેન્ટ્રલ ઝોનમાં દાણાપીઠ, કાંસકીવાડ, રેલવે સ્ટેશન; ઇસ્ટ ઝોનમાં વરાછા અને સરથાણા; વેસ્ટ ઝોનમાં પાલ, જહાંગીરપુરા, અડાજણ; નોર્થ ઝોનમાં અમરોલી, ટોરેન્ટ પાવર રોડ; તેમજ સાઉથ અને સાઉથ-ઇસ્ટ ઝોનના લિંબાયત અને અઠવા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. 6 ઓગસ્ટે જ એક જ દિવસમાં 1663 સંસ્થાઓની તપાસ કરી 282 કિલો અખાધ્ય ખોરાકનો નાશ કરાયો હતો અને 391.5 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી ₹7.84 લાખનો દંડ વસૂલાયો હતો. બે દિવસમાં 658 કિલો અખાધ્ય ખોરાકનો નાશ, 573 કિલો પ્લાસ્ટિક જપ્ત તંત્ર દ્વારા તા. 5 અને 6 ઓગસ્ટના બે દિવસીય ઓપરેશનના રજૂ કરાયેલા સનસનાટીભર્યા આંકડા મુજબ મનપાની નાગરિકો અને વેપારીઓને આખરી ચેતવણી આ કડક કાર્યવાહી બાદ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ શહેરના તમામ નાગરિકો અને વેપારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપતાં અપીલ કરી છે કે, જાહેર આરોગ્ય સાથે રમતો અટકાવી સ્વચ્છતા જાળવવામાં આવે. વાસી કે અખાધ્ય ખોરાકનું વેચાણ તુરંત બંધ કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા અને કચરો માત્ર ડોર-ટુ-ડોર કચરા ગાડીમાં જ આપવા નિર્દેશ આપવામાં આવ્યા છે, અન્યથા આગામી દિવસોમાં આથી પણ વધુ આકરાં પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ક-6 સર્કલથી અક્ષરધામ ચાર રસ્તા સુધીનો રોડ 10મી ઓગસ્ટ બંધ:વાહનવ્યવહાર અને પાર્કિંગ પર પ્રતિબંધ, તિરંગા યાત્રાને પગલે ટ્રાફિક ડાયવર્ઝન
    Next Article
    ડ્રગ્સ બનાવવાના રેકેટમાં મટીરિયલ સપ્લાયર નિલેશ પાંડેની જામીન અરજી નામંજૂર:વલસાડ NDPS કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment