Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ફૂડ વિભાગનું ચેકિંગ: 700 કિલો અખાદ્ય ખોરાકનો નાશ:85 પેઢીઓમાંથી રૂ. 40,500નો દંડ વસૂલ્યો, અસ્વચ્છતા બદલ કાર્યવાહી

    20 hours ago

    પાટણ શહેરમાં નાગરિકોને શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)ની ફૂડ સેફ્ટી વાહન (FSW) ટીમ અને પાટણ નગરપાલિકાની સેનિટરી ટીમે સંયુક્ત તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. શહેરની વિવિધ હોટેલો, રેસ્ટોરન્ટો, ખાણી-પીણીની લારીઓ અને સ્ટોલ્સ પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 80 થી 85 વેપારી પેઢીઓની સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આશરે 700 કિલો અખાદ્ય પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા, જે અત્યંત અસ્વચ્છ સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હતા. આ જપ્ત કરાયેલા અખાદ્ય જથ્થાનો માખણીયા પ્રોસેસિંગ સાઇટ પર ખાડો કરીને નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા જથ્થામાં પકોડીમાં વપરાતો કૃત્રિમ કલરવાળો મસાલો અને કલરવાળું પાણી, ચાઇનીઝ સ્નેક્સ, વારંવાર ગરમ કરવાને કારણે કાળું પડી ગયેલું તેલ, એક્સપાયરી ડેટ વીતી ગયેલી પેક્ડ ખાદ્ય ચીજવસ્તુઓ અને ખાદ્ય પદાર્થોના પેકિંગ કે પીરસવા માટે ગેરકાયદેસર રીતે વપરાતા પેપરનો સમાવેશ થાય છે. આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનાર અને અસ્વચ્છતા જાળવનાર વેપારીઓ પાસેથી પાટણ નગરપાલિકાની ટીમે કુલ રૂ. 40,500નો દંડ સ્થળ પર વસૂલ કર્યો હતો. આ દંડ દંડનીય કાર્યવાહીના ભાગરૂપે લેવામાં આવ્યો હતો. કાર્યવાહી બાદ FDCA પાટણ અને નગરપાલિકા તંત્ર દ્વારા તમામ ખાણી-પીણીના વેપારીઓને સૂચના આપવામાં આવી હતી. તેમને ખાદ્ય પદાર્થોમાં હાનિકારક કલરનો ઉપયોગ ન કરવા, બળેલા તેલનો પુનઃ ઉપયોગ ટાળવા, પૂરતી સ્વચ્છતા જાળવવા માટે તાકીદ કરવામાં આવી હતી. તંત્રએ સ્પષ્ટતા કરી હતી કે આ નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે આગામી સમયમાં વધુ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    राजस्थान: निकाय चुनाव में कितना खर्च कर सकेंगे प्रत्याशी? निर्वाचन आयोग ने तय की सीमा
    Next Article
    ક-6 સર્કલથી અક્ષરધામ ચાર રસ્તા સુધીનો રોડ 10મી ઓગસ્ટ બંધ:વાહનવ્યવહાર અને પાર્કિંગ પર પ્રતિબંધ, તિરંગા યાત્રાને પગલે ટ્રાફિક ડાયવર્ઝન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment