Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમયપત્રકનો અભાવ:પાલનપુરમાં સિટી બસનું સમયપત્રક અને લાઇવ લોકેશન સુવિધા શરૂ કરો

    12 hours ago

    પાલનપુરમાં સિટી બસ સેવા માટે સમયપત્રક અને લાઇવ લોકેશન જેવી સુવિધાઓના અભાવે મુસાફરોને બસના સમય વિશે સ્પષ્ટ માહિતી મળતી નથી. પરિણામે મોટાભાગની બસો ખાલી જતી જોવા મળી રહી છે, જેને લઈ નગરપાલિકા પાસે સુવિધાઓ શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં સિટી બસ સેવાથી સામાન્ય નાગરિકોને સસ્તી, સરળ અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળ્યો છે. છતાં, હાલમાં આ સેવા સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ ખામીઓ સામે આવી રહી છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય સમસ્યા તરીકે બસનું સમયપત્રક અને લાઇવ લોકેશન જેવી પ્રાથમિક સુવિધાઓ યોગ્ય રીતે કાર્યરત નથી. શરૂઆતમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવમાં તે અસરકારક રીતે અમલમાં નથી. પરિણામે મુસાફરોને બસ ક્યારે આવશે તેની ચોક્કસ માહિતી મળતી નથી, જેના કારણે લોકો બસ સ્ટેન્ડ પર લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આ પરિસ્થિતિના કારણે મોટાભાગની બસો ખાલી જતી જોવા મળી રહી છે. મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે નગરપાલિકાના સંસાધનો જેમ કે ઇંધણ અને ખર્ચનો યોગ્ય ઉપયોગ થતો નથી, જે આર્થિક રીતે પણ નુકસાનકારક બની શકે છે. શહેરના નાગરિકો પાલિકા પાસે માંગ કરી રહ્યા છે કે,બસ સેવા વધુ અસરકારક બનાવવા માટે સમયપત્રક જાહેર કરવામાં આવે અને લાઇવ લોકેશન જેવી સુવિધાઓ નિયમિત રીતે કાર્યરત કરવામાં આવે. જો આ સુવિધાઓ યોગ્ય રીતે અમલમાં મુકવામાં આવે તો મુસાફરોની સંખ્યા વધશે અને સિટી બસ સેવા વધુ સફળ બની શકશે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠા જિલ્લાના 12 કેન્દ્ર પર 4840 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી:નીટ પરીક્ષામાં ફિઝિક્સ સરળ પણ બાયોલોજી-કેમિસ્ટ્રી અઘરું
    Next Article
    કાર અથડાવા મુદ્દે હુમલો કર્યો:નીંગાળા ગામે જૂના મનદુઃખમાં હુમલો, મારી નાખવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment