Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા જિલ્લાના 12 કેન્દ્ર પર 4840 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી:નીટ પરીક્ષામાં ફિઝિક્સ સરળ પણ બાયોલોજી-કેમિસ્ટ્રી અઘરું

    13 hours ago

    બનાસકાંઠા જિલ્લાના 12 કેન્દ્ર ઉપર રવિવારે 4840 વિદ્યાર્થીઓએ નીટ (NEET)ની પરીક્ષા આપી હતી. જ્યારે 66 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષાના મુખ્ય ત્રણ વિભાગોના વિશ્લેષણ મુજબ ફિઝિક્સનું પેપર પાઠ્યપુસ્તક આધારિત હતું. જોકે ગણતરીવાળા પ્રશ્નો લાંબા હોવાથી સમય વધુ ખર્ચાયો હતો. કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક- નઓર્ગેનિક ભાગ સરળ હતો, પણ ફિઝિકલ કેમિસ્ટ્રીના દાખલા અઘરા જણાયા હતા. બાયોલોજીમાં લાંબા વિધાનો અને જોડકા પ્રકારના પ્રશ્નોને કારણે પેપર મધ્યમથી અઘરું લાગ્યું હતું. વાલીઓએ ફરિયાદ કરી હતી કે ટ્રાન્સપરન્ટ પાટિયુ પરીક્ષા કેન્દ્રમાં અંદર લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. પરંતુ ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ લઈ જવા દેવાઈ હતી. જગાણા એન્જિનિયરિંગ કોલેજ પર એક છાત્ર માર્કશીટ પર ફોટોગ્રાફ લગાવવાના બાકી રહી જતા અંતિમ સમયે દોડાદોડી થઈ હતી. વિદ્યાર્થીએ તુરંત તેના પિતાજીને ફોન કરીને ફોટોગ્રાફ મંગાવવો પડ્યો હતો. અન્ય એક વિદ્યાર્થીનીના કાનમાંથી સોનાની રીંગ પોલીસ સ્ટાફે કઢાવી દેવાની સૂચના આપતા વિદ્યાર્થીની સહિત વાલી ચિંતામાં મુકાયા હતા અને સોનાની રીંગ કાઢવા માટે દોડાદોડી કરી હતી. કેટલાક વાલીઓએ જણાવ્યું કે પેપર તો બપોરે હતું પરંતુ પ્રવેશ 3 કલાક પહેલા આપી દેવાયો હતો. ફિઝિક્સ-કેમિસ્ટ્રીમાં ગણતરીએ સમય લીધો ફિઝિક્સ: મોટાભાગના નિષ્ણાતોના મતે ફિઝિક્સનો ભાગ ગત વર્ષ કરતા સરળ રહ્યો હતો. પ્રશ્નો મુખ્યત્વે પાઠ્યપુસ્તક (બુક) આધારિત હતા. જોકે, કેટલાક ગાણિતિક પ્રશ્નો ગણતરીમાં લાંબા (લેન્ધી) હોવાથી વિદ્યાર્થીઓનો સમય વધુ વપરાયો હતો. કેમિસ્ટ્રી: કેમિસ્ટ્રીનું પેપર એકંદરે સરળ હતું, પરંતુ ફિઝિકલ કેમિસ્ટ્રીના વિભાગમાં ગાણિતિક પ્રશ્નો પ્રમાણમાં અઘરા અને લેન્ધી રહ્યા હતા. આ વિભાગમાં સારો સ્કોર કરનાર વિદ્યાર્થીઓ મેરિટમાં આગળ રહી શકે છે. બાયોલોજી: જીવવિજ્ઞાનનું પેપર મધ્યમ પ્રકારનું રહ્યું હતું. જેમાં ''જોડકા જોડો'' અને ''વિધાન સંગત-અસંગત'' પ્રકારના પ્રશ્નો વધુ પૂછાયા હતા. પ્રશ્નો લખાણમાં લાંબા હોવાને કારણે વિદ્યાર્થીઓને વાંચવામાં અને વિચારવામાં વધુ સમય ફાળવવો પડ્યો હતો. કટ ઓફ 130થી 140ની વચ્ચે રહેવાની શક્યતા કુલ 720 ગુણ (180 પ્રશ્નો)ની આ પરીક્ષામાં ગત વર્ષે પાસિંગ ગુણ 144 રહ્યા હતા. આ વર્ષે પેપરની લંબાઈ અને પ્રશ્નોની જટિલતા જોતા પાસિંગ કટઓફ 130થી 140ની વચ્ચે રહેવાની શક્યતા છે. જે વિદ્યાર્થીઓએ NCERT પર પકડ મજબૂત રાખી હશે અને સમયનું યોગ્ય આયોજન કર્યું હશે, તેઓ સારા ગુણ મેળવી શકશે.
    Click here to Read More
    Previous Article
    મેયર પદની રેસ તેજ:જામનગરના નવા નાથ હવે કોણ..? નિરીક્ષકો દ્વારા ચુંટાયેલા નવા કોર્પોરેટરોની સેન્સ લેવાઈ
    Next Article
    સમયપત્રકનો અભાવ:પાલનપુરમાં સિટી બસનું સમયપત્રક અને લાઇવ લોકેશન સુવિધા શરૂ કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment