Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયર પદની રેસ તેજ:જામનગરના નવા નાથ હવે કોણ..? નિરીક્ષકો દ્વારા ચુંટાયેલા નવા કોર્પોરેટરોની સેન્સ લેવાઈ

    15 hours ago

    જામનગર મહાનગરપાલિકામાં નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટે.કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની પસંદગી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકો જામનગર પહોંચ્યા હતા. આજે આખો દિવસ ભાજપમાંથી ચુંટાયેલા 30 મહિલાઓ સાથે 60 કોર્પોરેટરોની સેન્સ લેવામાં આવી હતી. જામ્યુકોની 64 બેઠકોમાંથી ભાજપના 60 કોર્પોરેટરો ચુંટાયા છે, જેમાં 30 મહિલા અને 30 પુરૂષોનો સમાવેશ થાય છે. આ તમામ કોર્પોરેટરોના મંતવ્યોના આધારે પદાધિકરીઓની પસંદગી કરવામાં આવશે. ત્યારે આજે રવિવારે ભાજપના નિયુક્ત નિરીક્ષકો પૂર્વ મેયર ગૌતમભાઈ શાહ અને સંગઠન સંયોજક રાજુભાઈ પટેલ નિરીક્ષક તરીકે જામનગર આવ્યા હતા. શહેર ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત કોર્પોરેટરો સાથે વ્યક્તિગત અને સામૂહિક રીતે ચર્ચા કરી મંતવ્યો મેળવ્યા હતા. બેઠકમાં જામનગરના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મહામંત્રીઓ સહિતના હાજર રહ્યા હતા. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલો અહેવાલ પાર્ટી હાઈકમાન્ડને મોકલવામાં આવશે. હવે ટુંકા દિવસોમાં જ જામ્યુકોના નવા પદાધિકારીઓના નામ જાહેર થવાની સ઼ભાવના છે.
    Click here to Read More
    Previous Article
    NEETની પરીક્ષા:જામનગરમાં NEET(UG) ના 1632 પરીક્ષાર્થીઓ હાજર, 26 ગેરહાજર
    Next Article
    બનાસકાંઠા જિલ્લાના 12 કેન્દ્ર પર 4840 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી:નીટ પરીક્ષામાં ફિઝિક્સ સરળ પણ બાયોલોજી-કેમિસ્ટ્રી અઘરું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment